રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૭.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૮૩૭.૨૧ સામે ૫૨૯૬૭.૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૫૩.૭૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૦.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૮.૫૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૯૭૫.૮૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૧૬.૯૦ સામે ૧૫૮૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૬૩.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૪.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૪૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે વિશ્વભરમાં વધી રહેલી મોંઘવારીની સાથે ચાઈનામાં પણ ફુગાવો અસહ્ય બનવા લાગતાં અને ફયુલના વધતાં ભાવોને અંકુશમાં લેવા ચાઈનાએ તેના ક્રુડના રિઝર્વને છુટ્ટો કરવાનું જાહેર કરતાં વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોની સાથે એશીયા, યુરોપના બજારોમાં રિકવરી આવતાં ફંડોએ આજે ભારતીય શેરબજારમાં પણ આરંભથી જ તેજી કરી હતી. કોરોના સંક્રમણમાં ભારતમાં હાલ તુરત સ્થિતિ અંકુશમાં આવી જતાં અને ત્રીજી લહેર બાબતે હજુ અનિશ્ચિતતા પ્રવર્તિ રહી હોવાથી અને કોર્પોરેટ પરિણામોની જૂનની સીઝન એકંદર સારી નીવડી રહી હોવા સાથે ચોમાસાની સારી પ્રગતિએ ફંડોએ શેરોમાં આજે સતત બીજા દિવસે તેજી કરી હતી. સંસદના ચોમાસું સત્રમાં વિવિધ આર્થિક બિલો રજૂ થવાના હોઈ એની અપેક્ષાએ પણ સેન્ટીમેન્ટ પર પોઝિટીવ અસર પડી હતી.
કોરોના સંક્રમણની ત્રીજી લહેર પૂર્વે તકેદારીના પગલાંને કારણે સંક્રમણની ઓછી શકયતાના અંદાજોએ આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિમાં થઈ રહેલા વધારા સાથે ફંડોએ કંપનીઓની કામગીરી આગામી દિવસોમાં સુધરવાના અંદાજોએ શેરોમાં ખરીદી ચાલુ રાખી છે. ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકની સીઝનની સારી શરૂઆતે ફંડો દ્વારા ફરી શેરોમાં ખરીદી કરતાં આજે ભારતીય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એનર્જી, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૭ અને વધનારની સંખ્યા ૧૫૭૯ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટી આવ્યા હોઈ અને આગામી દિવસોમાં રાજયોમાં ચૂંટણીઓની તૈયારી વચ્ચે પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડાના સંજોગોમાં બજારમાં પોઝિટીવ અસર જોવાઈ શકે છે. આ સાથે સંસદના ચોમાસું સત્રમાં રજૂ થનારા વિવિધ આર્થિક સુધારાના બિલોને લઈ બજાર પર પોઝિટીવ અસર પડવાની શકયતાએ ફંડોની ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની દોટ આગળ વધતી જોવાઈ શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના જુલાઈ બુલેટિનમાં કેટલાક અન્ય પરિબળોની રૂપરેખા આપી હતી જે અર્થવ્યવસ્થામાં આશાવાદ સાથે સુધારા તરફ દોરી રહી છે. બુલેટિનમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે કૃષિ સહિતના સમગ્ર પુરવઠાની સ્થિતિના અનેક પાસા અકબંધ છે. ચોમાસુ પણ અત્યાર સુધી સામાન્ય કરતા ૩૧% ઉપર છે. આ સૂચવે છે કે આ સારી પરિસ્થિતિઓ ચાલુ રહી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન આર્થિક વૃદ્ધિદર ૧૦.૫% રહેવાનું અનમાન વ્યક્ત કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત નાણાકીય વર્ષમાં એટલે કે ૨૦૨૦-૨૧માં દેશની GDPમાં ૭.૩%નો ઘટાડો નોંધાયો હતો.
તા.૨૬.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૩.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૮૮૮ પોઈન્ટ થી ૧૫૯૦૯ પોઈન્ટ ૧૫૯૧૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૩.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૦૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૧૮૮ પોઈન્ટ થી ૩૫૩૭૩ પોઈન્ટ, ૩૫૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૦૩ ) :- ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૬૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- લુપિન લિમિટેડ ( ૧૧૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૯૩ થી રૂ.૧૨૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- બર્જર પેઈન્ટ ( ૮૫૬ ) :- રૂ.૮૪૦ નો પ્રથમ તેમજ રૂ.૮૨૮ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૭૩ થી રૂ.૮૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૨૦ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટીવીએસ મોટર ( ૫૮૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક 2/3 વ્હીલર્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૩ થી રૂ.૬૦૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૪૭ ) :- રૂ.૧૦૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૧૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- સિપ્લા લિમિટેડ ( ૯૪૯ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૩૭ થી રૂ.૯૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- અમરરાજા બેટરી ( ૭૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૯૬ થી રૂ.૬૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વિપ્રો લિમિટેડ ( ૫૯૭ ) :- ૬૧૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૫ થી રૂ.૫૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )