જામનગર શહેરના ધરારનગર-2 વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જોડિયા તાલુકાના માધાપર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.13250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.7700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના સુપરમાર્કેટ વિસ્તારમાંથી પોલીસે વર્લીના આંકડા લખતા શખ્સના ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના ખંભોત્રી ફળી પાસેથી પોલીસે વર્લીના આંકડા લખતા એક શખ્સને ઝડપી લીધો હતો.
જૂગારદરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના ધરારનગર-2 વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ફારુક કરીમ ઉર્ફે ખડગ બાપુ શેખ, અલ્તાફ ફારુખ શેખ, અકબર હનિફ સોલંકી, ઈમ્તિયાઝ ઈસાક શેખ, ઓસમાણ ગની મકવાણા નામના પાંચ શખ્સોને રૂા.16300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જોડિયા તાલુકાના માધાપર ગામમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન સંજય હનુ દસકીયા, મહેશ ચતુર દસકીયા, ગણેશ ચંદુ સોલંકી, ટીના દેવશી દસકીયા, દિલીપ લાભુ દસકીયા, સુનિલ ચંદુ દસકીયા નામના છ શખ્સોને રૂા.13250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, લાલપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઘેલુ રાયદે બેરા, મનસુખ કગથરા, હરીશ કોડનદાસ બસતવાણી, હેમંતા ભોજા ભાટિયા, ઉકા વીરા બેરા અને દેસુર સોમા કાંબરિયા નામના છ શખ્સોને રૂા.7700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં સુપરમાર્કેટ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા રાજેશ ઉર્ફે રાજુ મયુરદાસ દાવડા નામના શખ્સને રૂા.720 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે તેમજ શહેરના ખંભોત્રીફળી વિસ્તારમાંથી વર્લીના આંકડા લખતા નરશી વેલજી કાકુ નામના શખ્સને રૂા.900 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.