Friday, January 3, 2025
Homeરાષ્ટ્રીયદેશમાં બર્ડ ફ્લુથી પ્રથમ મોત થતાં ડૉ. ગુલેરિયાએ કહ્યું કે....

દેશમાં બર્ડ ફ્લુથી પ્રથમ મોત થતાં ડૉ. ગુલેરિયાએ કહ્યું કે….

- Advertisement -

દિલ્હી એઈમ્સમાં 11 વર્ષના બાળકનું બર્ડ ફ્લુના લીધે મૃત્યુ થયું છે. આ પછી એવી ચર્ચાઓ ઉઠી છે કે શું બર્ડ ફ્લૂ માનવથી માણસમાં ફેલાઈ શકે છે? ત્યારે એઈમ્સના વડા રણદીપ ગુલેરિયાએ આ સવાલનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે આ વાયરસનું એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ખૂબ જ દુર્લભ છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.

- Advertisement -

એઇમ્સના ડાયરેક્ટરએ કહ્યું કે તેમ છતાં જ્યાં વાયરસને કારણે બાળકનું મોત થયું હતું, ત્યાં નમૂના લેવાની જરૂર છે અને મરઘાંના મોત પર નજર રાખવી જોઈએ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, “પક્ષીઓથી માણસોમાં વાયરસનું સંક્રમણ ખૂબ જ દુર્લભ છે અને H5N1 માણસથી માણસમાં સંક્રમિત થવાનો મામલો હજી સુધી સામે આવ્યો નથી. તેથી ગભરાવાની કોઈ જરૂર નથી પરંતુ મરઘાં ઉછેર કેન્દ્રોમાં કામ કરતા લોકોએ સાવચેતી રાખવી જોઇએ અને સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ.અંતે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં દેશમાં બર્ડ ફ્લુથી અનેક પક્ષીઓના મોત થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular