જામનગર શહેર નજીક આવેલા કનસુમરા ગામના પાટિયા પાસે પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ પર રહેતા અને કારખાનામાં નોકરી કરતા મયુરસિંહ જાડેજા નામના યુવાનની પત્નીને અજીજ ખીમજી મકવાણા નામનો શખ્સ મોબાઇલ પર ફોન અને મેસેજ કરી પરેશાન કરતો હોવાથી પોલીસમાં અરજી કરી હતી. જેનું મનદુ:ખ રાખી મંગળવારે સાંજના સમયે મયુરસિંહ તેના કારખાનેથી ઘરે જતો હતો તે દરમિયાન કનસુમરા ગામના પાટિયા પાસે પહોંચ્યો ત્યારે અજીજ ખીમજી મકવાણા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ આંતરીને ધોકા વડે હુમલો કર્યો હતો અને છરીનો ઘા ઝીંકવા જતાં મયુરસિંહ ખસી જતા બચી ગયો હતો. ત્યારબાદ આ બનાવની જાણ કરતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મયુરસિંહના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં પોલીસ અરજીનો ખાર રાખી યુવાન ઉપર હુમલો
પત્નીને મોબાઇલ પર ફોન અને મેસેજ કર્યાની પોલીસ અરજી : ત્રણ શખ્સોએ આંતરીને ધોકા વડે માર માર્યો