Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકાના યુવાનનો મોબાઇલ લુંટી ધમકી આપી

દ્વારકાના યુવાનનો મોબાઇલ લુંટી ધમકી આપી

યુવતી સહિત ચાર સામે ફરિયાદ

- Advertisement -

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સલીમ ઉર્ફે સલીયો ઉર્ફે ગુચ ઈશાકભાઈ મોખા નામના 36 વર્ષના ભડેલા મુસ્લિમ યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરીને મીઠાપુર નજીકના ભીમરાણા ગામે રહેતા રેસમા ઈબ્રાહીમ પલેજા અને રુકસાના ઈબ્રાહીમ પલેજા તેમજ સુરજકરાડી ખાતે રહેતા જરીના ઈબ્રાહિમ પલેજા અને ભરત રાણા કેર નામના કુલ ચાર વ્યક્તિઓ એ ઝઘડો કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ ઉપરાંત આરોપી રેશમા ઈબ્રાહીમ પલેજા દ્વારા ફરિયાદી સલીમ મોખાના ખિસ્સામાં રહેલો વીવો કંપનીનો મોબાઇલ ફોન બળજબરીથી કાઢી લેવામાં આવ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.    આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 384, 323, 504, 294 (ખ), 506 (2), 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular