ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કેટલા ચંદ્રક મળશે ? આની ભવિષ્યવાણી કે ગણતરી કરવી ઘણી ક્ઠિન છે. પાછલા 2016ના રિયો ઓલિમ્પિક વખતે આપણે 10 ચંદ્રકનો લક્ષ્યાંક રાખ્યો હતો, પણ ભારતની જોળીમાં આવ્યા હતા ફક્ત બે ચંદ્રક એક પીવી સિંધુનો સિલ્વર અને બીજો સાક્ષી મલિક્નો બ્રોન્ઝ મેડલ. આ વખતે ભારતે તેના ઓલિમ્પિક ઇતિહાસનું સૌથી મોટું 127 ખેલાડીઓનું દળ (સપોર્ટ સ્ટાફ અને અધિકારી સહિત લગભગ 230)નું દળ ટોક્યો મોકલ્યું છે. જેમાં 71 પુરુષ અને 56 મહિલા ખેલાડી સામેલ છે. ગ્લોબલ સ્પોર્ટસ ડેટા કંપની અનુસાર ભારત આ વખતે તેના અભિયાનમાં સફળ રહેશે. ભારત પાછલા તમામ ઓલિમ્પિક્થી વધુ મેડલ જીતવામાં સફળ રહેશે. ભારતે 2012ના લંડન ઓલિમ્પિકમાં સૌથી વધુ 6 મેડલ જીત્યા હતા. આ સ્પોર્ટસ કંપનીના આંકડાકીય પૃથક્કરણ અનુસાર ટોક્યો ઓલિમ્પિકમાં ભારત 17 મેડલ જીતી શકે છે.
લંડન ઓલિમ્પિક-201 રમાં ભારતે બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ કબજે કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતુ. એ પહેલા 2008ના બીજિંગ ઓલિપ્પિક્માં ભારતને 1 ગોલ્ડ સહિત બે બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. જયારે 2016ના રિયો, 1952ના હેલસિંકી અને 1900ના પેરિસ ઓલિષ્પિકમાં 2-2 મેડલ તેના નામે કર્યા હતા. બાકીના મેડલ ભારતને હોકી ટીમે આપ્યા છે. હવે આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને 4 ગોલ્ડ, પ સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ મળશે તેવી ગણતરી મંડાઇ રહી છે. તજજ્ઞોની આગાહી અનુસાર ભારતને શૂટીંગમાં 8, બોકિસંગમાં 4, રેસલિંગમાં 3 અને વેઇટ લિક્ટીંગ-આર્ચરીમાં 1-1 મેડલ મળવાની સંભાવના છે.
ભારતે અત્યાર સુધીમાં 24 ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. જેમાંથી 6 ઓલિમ્પિકમાં એક પણ મેડલ જીત્યો નથી. ભારતના ખાતામાં 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 12 બોન્ઝ મળી કુલ 28 ઓલિમ્પિક મેડલ છે. ભારતને સૌથી વધુ મેડલ હોકીમાં મળ્યા છે. હોકી ટીમે 8 ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. એકમાત્ર વ્યકિગત સુવર્ણ ચંદ્રક નિશાનેબાજ અભિનવ બિન્દ્રાના નામે છે. દુનિયાભરની ઓલટાઇમ મેડલ ટેલીમાં ભારત 53મા નંબરે છે. અમેરિકા 1022 ગોલ્ડ, 795 સિલ્વર અને 705 બોન્ઝ સહિત 2522 મેડલ સાથે ટોચ પર સંપૂર્ણ દબદબા સાથે છે. સોવિધત સંધ 395 ગોલ્ડ, 319 સિલ્વર અને 296 બ્રોન્ઝ સહિત 1010 મેડલ મેળવી બીજા નંબર પર છે. ત્રીજા સ્થાને બ્રિટન છે. તેના ખાતામાં 263-295-293 મળીને કુલ 851 મેડલ છે.