રાજકોટમાં બનનારી એઈમ્સની ડેડલાઈન જાહેર કરી દેવામાં આવી છે અને આગામી બે વર્ષમાં તેનું કામકાજ પૂર્ણ કરી લેવામાં આવનાર છે. રાજકોટમાં AIIMSની ઇમારત ચાર માળની રહશે. જે 12 વિભાગમાં કાર્યરત કરાશે.22 ઇમારત AIIMS રાજકોટના પરિસરમાં બનશે. ડિસેમ્બરમાં OPD શરૂ થશે.
રાજકોટમાં એઈમ્સને હોસ્પિટલને બનાવવા પાછળ રૂ.1195 કરોડનો ખર્ચ થશે. ત્યારે રાજકોટ એઈમ્સ દ્વારા ટ્વીટર મારફતે તેનો એક લોગો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની કલા અને સંસ્કૃતિક ધરોહરને સમાવી લેવામાં આવી છે. લોગોમાં ગાંધી ચરખો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બાંધણીની ડીઝાઈન, દાંડિયા, સિંહની પ્રતિકૃતિ રાખવામાં આવી છે.
આગામી 2022 પહેલા રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ કરવાનો દાવો કર્યો છે. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું છે કે રાજકોટના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ ૧ર૦ એકર જમીન એઇમ્સ માટે સરકારે ફાળવી હતી. રાજકોટમાં રૂ.1195 કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ બનશે.