દેવભુમી દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનિલ જોષી માર્ગદર્શન હેઠળ વાડિનાર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એન.ઠાકરીયા દ્વારા પોલીસ લાઇનના કેમ્પસમા વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું. આ વૃક્ષારોપણના છોડ સીઆઇએસએફ દ્વારા પુરા પાડવામા આવ્યા હતાં. વૃક્ષારોપણ કાયક્રમમાં દેવભુમી દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા તથા કોસ્ટગાર્ડ વાડિનાર સ્ટેશનના કમાન્ડીંગ ઓફીસર એમ.એમ.માર્ક તથા સીઆઇએસએફના ઓફિસર વિનોથબાબુ તથા આઇઓસીએલના અધિકારી તેમજ વાડીનાર પોલીસ સ્ટેશનના તથા સીઆઇએસએફના કર્મચારીઓ અને એસઆરડી તેમજ જીઆરડી, હોમગાર્ડના સભ્યોએ હાજર રહી ઉત્સાહ પુર્વક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લઇને સીતાફળ, જાંબુ, પીપળો, આમળા, જામફળ જેવા 70 જેટલા વૃક્ષો વાવેલ અને વૃક્ષોનુ ઓછામા ઓછા એક વર્ષ સુધી જતન કરવા તેમજ વાવેલ તમામ વૃક્ષોનો ઉછેરવા અંગેની જવાબદારી લેવાની પ્રતીજ્ઞા કરવામાં આવી હતી.