જામનગર સાયકલીંગ ક્લબના સભ્યો મનાલીથી ખારડુંગલાની 540કિમીની સાયકલ સવારી કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ તેઓ જીસ્પાથી ઝિંગઝિંગબાર જઈ રહ્યા હતા. અને છેલ્લા ત્રણ દિવસમાં બરાલાચા પાસ જે 15908 ફૂટની ઉંચાઈ પર આવેલ છે તે ઓળંગી ચુક્યા છે.
તમે વિડીઓમાં જોઈ શકો છો કે અહીં કેટલો અદ્ભુત નજારો છે. અને તેમાં પણ જામનગરના સાયકલ સવારો કુદરતના ખોળે સાયકલ ચાલવાનો અનેરો જ આનંદ લઇ રહ્યા છે.
ઉપરાંત 15547 ફૂટની ઊંચાઈનો નકીલા પાસ, 16616 ફૂટ લાચુંગ લા પાસ સુધીની સાયકલ સવારી ત્રણ દિવસમાં પૂર્ણ કરી છે. જામનગરના 18 સાયકલ સવારો 8 જુલાઈના રોજ જામનગરથી મનાલી જવા માટે નીકળ્યા હતા. હવે ત્રણ દિવસની અંદર તેઓ ખારડુંગલા પહોચી જશે.