Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયવડાપ્રધાન દ્વારા ગાંધીનગર-વડનગર રેલવે સ્ટેશન સહિત 1200 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાન દ્વારા ગાંધીનગર-વડનગર રેલવે સ્ટેશન સહિત 1200 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ગાંધીનગરમાં અપગ્રેડ કરેલ રેલવે સ્ટેશન તથા ફાઇવસ્ટાર હોટેલ તેમજ વડનગર રેલવે સ્ટેશનનું લોકાપર્ણ કર્યું હતું. તેમજ ગાંધીનગર વારાણસી સુપર ફાસ્ટ એકસપ્રેસ અને ગાંધીનગર-વરેઠા વચ્ચેની મેમું ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાને વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી અંદાજે 1200 કરોડના વિકાસ કાર્યોનું લોકાપર્ણ કર્યું હતું. આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

પીએમ મોદીએ સૌને મજામાં? કહીને સંબોધન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નવા ભારતની નવી ઓળખમાં આજે વધુ એક કડી જોડાઈ રહી છે. હું તક મળે ત્યારે પોતે આ પ્રોજેક્ટ્સને જોવા રૂબરૂ આવીશ. આજે દેશમાં એવા ઈન્ફ્રાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું એક કેરેક્ટર છે. એક સમયે સાબરમતી નદીના હાલ કેવા હતા? આજે એક પ્રકારથી આખી ઈકો સિસ્ટમ બદલાય ગઈ છે.

સાયન્સ સિટી એક એવો પ્રોજેક્ટ્સ છે જે રિક્રિએશન અને ક્રિએટિવીટીને એકબીજા સાથે સાંકળે છે. આમાં ખેલકૂદ છે, મોજમસ્તી છે અને બાળકોને કંઈક નવું શીખવે છે. બાળકો માતા-પિતા પાસે અવનવા રમકડાની જીદ્દ કરે છે. ડાયનોસોર માગે છે, પણ તેના વિકલ્પ સાયન્સ સિટીમાં મળે છે. એક્વેટિક ગેલરી તો એશિયાની ટોપ એક્વેરિયમમાંની એક છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, વડનગર રેલવે સ્ટેશન સાથે મારી તો કેટલીય યાદો જોડાયેલી છે. નવા ભારતના વિકાસની ગાડી બે પાટા પર ચાલીને આગળ વધશે. એક તરફ નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રકર પર કામ થઈ રહ્યું છે અને તેનો લાભ ખેડૂત-ગરીબોને મળે તેના પર કામ થઈ રહ્યું છે. સોમનાથની ધરતીને વિશ્વનાથની ધરતી સાથે જોડીશું.
આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, 35 વર્ષ પછી ગાંધીનગર સ્ટેશનની કાયાપલટ થઈ છે. 2 નવી ટ્રેન આજથી શરૂ થઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular