Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાકાળ દરમ્યાન રાંધણગેસનો બાટલો રૂા.300 મોંઘો થયો

કોરોનાકાળ દરમ્યાન રાંધણગેસનો બાટલો રૂા.300 મોંઘો થયો

BPCLનું ખાનગીકરણ થઇ જશે પછી ‘સબસિડી’નું શું થશે?: અનિશ્ચિતતા

- Advertisement -

લગભગ બે દાયકા પહેલા સરકારે એલપીજી અંગે એક આદેશ આપ્યો હતો. તે અનુસાર, દેશમાં ઉત્પાદિત રસોઈ ગેસ (એલપીજી)ની સપ્લાય ફક્ત સરકારી માલિકીની કંપનીઓ સુધી સીમિત રહેશે. આ આદેશે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ખાનગીકરણ પછી સબસિડીવાળી એલપીજીનું વેચાણ જારી રાખવાની છુટ આપવાની યોજના આગળ એક વિક્ષેપ લગાવ્યો છે. તો હવે સવાલ એ છે કે બીપીએલના ખાનગીકરણ પછી પણ શું તે ગેસનો સપ્લાય કરશે કે નહિં.

આ મામલે જાણકારી ધરાવતા બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે ઓએનજીસી અને ગેઇલ જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત એલપીજીની ફાળવણી ખાનગીકરણ પછી બીપીસીએલને આપવામાં આવશે કે કેમ તે અંગે કાયદાકીય અભિપ્રાય મેળવવામાં આવ્યા છે. હાલમાં, બીપીસીએલમાં 8.4 કરોડથી વધુ સ્થાનિક એલપીજી ગ્રાહકો છે. તેમાંથી 2.1 કરોડ ઉજ્જવલા ગ્રાહકો છે. આ માટે કંપનીના પોતાના ઓઇલ-રિફાઇનિંગ એકમોનું એલપીજી ઉત્પાદન પૂરતું નથી.

રસોઇ ગેસ (સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન ઓફ રેગ્યુલેશન) ઓર્ડર, 2020, જેને એલપીજી કંટ્રોલ ઓર્ડર, 2000 તરીકે ઓળખવામાં આવે છે, તે ફક્ત સરકારની માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) અને બીપીસીએલને સ્વદેશી ઉત્પાદિત એલપીજી ગેસ વેચવાની જોગવાઈ કરે છે.

આ આદેશ ઓએનજીસી અને ગેઇલ જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત એલપીજીને ખાનગી કંપનીઓને સપ્લાય કરતા રોકે છે.

સમાંતર એલપીજી માર્કેટર્સ તરીકે ઓળખાતા ખાનગી ક્ષેત્રના એલપીજી વિક્રેતાઓએ આયાત કરેલ ગેસનો ઉપયોગ કરવો પડે છે. કંટ્રોલ આદેશ, 2000 દેશમાં એલપીજીની અછતને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એક વખત બીપીસીએલનું ખાનગીકરણ થઈ ગયા પછી ઓર્ડર ઓએનજીસી અને ગેઇલને બીપીસીએલને એલપીજી વેચવા પર પ્રતિબંધ મૂકશે. તેથી, સરકાર આ મુદ્દે કાનૂની અભિપ્રાય માંગી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular