ઇંગ્લેન્ડ સામેની પહેલી T-20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલે પકડેલ કેચનો વિડીઓ જોઈ સૌ કોઈ તેની પ્રશંસા કરી રહ્યા છે. આ વિડીઓ વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
નોર્થેમ્પ્ટનમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમ સામે રમાયેલી પ્રથમ ટી -20 મેચમાં ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર હરલીન દેઓલે બાઉન્ડ્રી લાઇન પર હવામાં ઉડતી ઇંગ્લેન્ડની બેટ્સમેન એમી જોન્સનો આશ્ચર્યજનક કેચ લઈ આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ચાહકો અને ક્રિકેટરો હરલીનના લીધેલા કેચની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
આ મેચ ટીમ ઈન્ડિયા 18 રનથી હારી ગઈ હતી, પરંતુ એમાં ઈન્ડિયન ટીમની હરલીન દેઓલે સુપરવુમન બનીને દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. ટીમ ઈન્ડિયાના માસ્ટરબ્લાસ્ટર સચિન તેન્ડુલકરે આને કેચ ઓફ ધ યર જણાવ્યો હતો.