Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયવસતિ નિયંત્રણ માટે યોગી સરકારનો આકરો ડ્રાફ્ટ

વસતિ નિયંત્રણ માટે યોગી સરકારનો આકરો ડ્રાફ્ટ

બે થી વધુ બાળકો હોવા પર સરકારી નોકરી નહીં, 77 સરકારી યોજનાઓનો લાભ પણ નહીં મળે

- Advertisement -

ઉત્તર પ્રદેશના રાજ્ય કાયદા પંચે યુપી જનસંખ્યા બિલ 2021 નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ટૂંક સમયમાં આયોગ તેને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ તેને રાજ્ય સરકારને સોંપશે. આ ડ્રાફ્ટમાં યુપીમાં વસ્તી નિયંત્રણ માટે કાનૂની પગલા સૂચવવામાં આવ્યા છે.

આ ડ્રાફ્ટ મુજબ, 2 થી વધુ બાળકો હોવા પર સરકારી નોકરીઓમાં આવેદનથી લઇને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવાપર રોક લગાવવાનો પ્રસ્તાવ છે.

કાયદા પંચે તેનો ડ્રાફ્ટ સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કર્યો છે અને 19 જુલાઇ સુધીમાં, લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ એવા સમયે રજૂ કરવામાં આવ્યો છે જ્યારે યોગી સરકાર 11 જુલાઈએ નવી વસ્તી નીતિ જારી કરવા જઈ રહી છે. પંચના જણાવ્યા મુજબ આ ડ્રાફ્ટ તૈયાર કરવા સરકારનો કોઈ આદેશ નથી. આ ડ્રાફ્ટ આયોગે પોતાની પ્રેરણાથી તૈયાર કર્યો છે. આવી સ્થિતિમાં, જો આ એક્ટ લાગુ કરવામાં આવે તો બે કરતા વધારે બાળકો જન્મ આપવા માટે સરકારી નોકરીમાં અરજી અને બઢતીની સંભાવના રહેશે નહીં. 77 સરકારી યોજનાઓ અને અનુદાનથી વંચિત રહેવાની પણ જોગવાઈ છે.

જો તેનો અમલ કરવામાં આવે તો, એક વર્ષમાં, તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને એફિડેવિટ આપવી પડશે કે તેઓ તેનું ઉલ્લંઘન કરશે નહીં. કાયદો અમલમાં આવવાના સમયે તેના માત્ર બે બાળકો છે અને જો તે સોગંદનામું આપ્યા પછી જો ત્રીજો બાળકનો જન્મ આપે છે, તો પ્રતિનિધિની ચૂંટણી રદ કરવાની અને ચૂંટણી લડવાની દરખાસ્ત કરવામાં આવશે. સરકારી કર્મચારીઓનું પ્રમોશન તેમજ રદ કરવાની ભલામણ છે.

જો કુટુંબના માતાપિતા સરકારી નોકરીમાં હોય અને નસબંધી કરાવે, તો તેમને વધારાની વૃદ્ધિ, બઢતી, સરકારી આવાસ યોજનાઓમાં છૂટ, પીએફમાં એમ્પ્લોયરનું યોગદાન વધારવા જેવી ઘણી સુવિધાઓ આપવાની ભલામણ કરવામાં આવી છે.

જો બે બાળકોવાળા દંપતી સરકારી નોકરીમાં ન હોય તો, તેમને પાણી, વીજળી, મકાન વેરો, હોમ લોનમાં છૂટ અને અન્ય સુવિધા આપવાનો પ્રસ્તાવ છે. જ્યારે એક સંતાન પર પોતાની જાતે નસબંધી કરાવનારા અભિભાવકોને સંતાનના 20 વર્ષ સુધી ફ્રી ઇલાજ, શિક્ષા, વીમા શિક્ષણ સંસ્થા તેમજ સરકારી નોકરીઓમાં પ્રાથમિક્તા આપવાની ભલામણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular