રૂપિયામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો અને ડોલર સામે રૂપિયો ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો.ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારા અને સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં નબળાઇ વચ્ચે આંતરરાષ્ટ્રીય વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો સતત ત્રીજા દિવસે ઘટીને ડોલર સામે 23 પૈસા તૂટીને 74.55 ની સપાટીએ બંધ રહ્યો છે.
વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો નબળા વલણ સાથે 74.37 પર ખુલ્યો. ગત સેશનમાં, તે ડોલર દીઠ 74.32 રૂપિયા પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ડોલર દીઠ રૂ. 74.34 થી 74.63 ની રેન્જમાં વધઘટ થયા પછી છેલ્લે રૂપિયો ગત ટ્રેડિંગ સેશનની સરખામણીમાં ડોલર દીઠ 23 પૈસા તૂટીને 74.55 ની સપાટીએ બંધ રહ્યો હતો. 27 એપ્રિલ પછીનું આ સૌથી નબળું સ્તર છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 36 પૈસા તૂટી ગયો છે.
ડોલર ઇન્ડેક્સમાં સતત સાતમાં દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સમયે તે +0.022 પોઇન્ટના વધારા સાથે 92.453 ના સ્તરે હતો. આ ઇન્ડેક્સ વિશ્વની છ મોટી કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે. સતત ચોથા દિવસે ક્રૂડ તેલમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ 1.11 ડોલરના વધારા સાથે 75.73 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડિંગ કરી રહ્યું છે.
વેલ્યૂ ગુમાવતો ભારતીય રૂપિયો: ઘસાતી પ્રતિષ્ઠા
27 એપ્રિલ પછીનું આ સૌથી નબળું સ્તર