Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયજીએસટી: નિયમો અને પોર્ટલ વચ્ચે વિસંવાદિતાથી કરદાતાઓ પરેશાન

જીએસટી: નિયમો અને પોર્ટલ વચ્ચે વિસંવાદિતાથી કરદાતાઓ પરેશાન

આરંભના 4 વર્ષ પછી પણ પધ્ધતિ સરળ બની શકી નથી: ચાર વર્ષમાં કોઇપણ રાજય સરકારે આ મુદ્દે ચર્ચા કરવા વેપારીઓને બોલાવ્યા નથી

- Advertisement -

દેશમાં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ પદ્ધતિને ચાર વર્ષ પૂરા થયા છે ત્યારે આ પદ્ધતિ વર્તમાન સમયમાં વધુ જટિલ બનાવી દેવાઈ હોવાનું તથા દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની કલ્પનાથી એકદમ જ વિપરીત રીતે તેનો અમલ થઈ રહ્યાનો ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા દાવો કરાયો છે.

જીએસટીને ચાર વર્ષ પૂરા થયા છે તેમ છતાં તેમાં કોઈ સ્થિરતા જોવા મળતી નથી અને તે એક વસાહતી જેવી વેરા પદ્ધતિ બની રહી છે જેમાં અવારનવાર ફેરબદલો થતા રહે છે.

સરળ વેરા પદ્ધતિની કલ્પનાથી તે એકદમ વિપરીત છે. ભારતમાં કરાતા વેપાર અને ટ્રેડરો પાસે ઉપલબ્ધ સ્રોતો સાથે આ પદ્ધતિ હજુપણ સુસંગત થઈ શકી નથી એમ કેટ દ્વારા જારી કરાયેલ નિવેદનમાં જણાવાયું હતું.

જીએસટીને તેની મૂળ કલ્પનાથી વિકૃત બનાવી નાખવામાં કેન્દ્ર કરતા રાજ્યોએ વધુ ભૂમિકા ભજવી છે. ચાર વર્ષમાં કોઈપણ રાજ્ય સરકારે તેમના વિસ્તારના વેપારીઓને જીએસટી મુદ્દે ચર્ચા કરવા આમંત્રિત કર્યા નથી. એમ કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયાએ નિવેદનમાં જણાવ્યું હતું.

ચાર વર્ષના ગાળા પછી પણ જીએસટી પોર્ટલમાં અનેક ખામીઓ રહેલી છે. જીએસટીના નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે પરંતુ પોર્ટલમાં તે પ્રમાણે ફેરબદલ કરાતા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular