Friday, December 27, 2024
Homeબિઝનેસઆ મહિનામાં રૂા.220 અબજ અને છ મહિનામાં રૂા.430 અબજ મેળવાશે

આ મહિનામાં રૂા.220 અબજ અને છ મહિનામાં રૂા.430 અબજ મેળવાશે

બજારમાંથી નાણું ઉસેડવા આઇપીઓનાં માધ્યમથી કંપનીઓ મેદાનમાં

- Advertisement -

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પ્રાઈમરી માર્કેટમાં જોવા મળેલો ધમધમાટ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળા દરમિયાન જારી રહેશે. શરૂ થયેલા જુલાઈ માસમાં જ 10 કંપનીઓ આઈપીઓ થકી રૂ. 22000 કરોડ ઉભા કરવા તૈયારી કરી રહી છે.

- Advertisement -

મહામારીની પ્રતિકૂળતા વચ્ચે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવા વિક્રમી મથાળા હાંસલ કર્યા છે. તો બીજી તરફ શેરબજારમાં ઉદ્ભવેલ પ્રોત્સાહક માહોલની પ્રાઈમરી માર્કેટ પર પણ સાનુકુળ અસર જોવાઈ હતી. સૂચિત સમયાગાળા દરમિયાન 24 જેટલી કંપનીઓએ આઈપીઓ થકી રૂ. 39000 કરોડ ઉભા કર્યા હતા.

પ્રાઈમરી માર્કેટમાં ઉદભવેલો આ ધમધમાટ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં પણ જારી રહેવાની ગણતરી છે. આ સમય દરમિયાન 20 કંપનીઓ આઈપીઓ થકી રૂ. 43663 કરોડ ઉભા કરે તેવી શક્યતા છે. ગત 2020ના બીજા અર્ધવાર્ષિક દરમિયાન આઈપીઓ થકી રૂ. 21000 કરોડ ઉભા કરાયા હતા. જ્યારે પૂર્ણ વર્ષ દરમિયાન 39 કંપનીઓએ રૂ. 6000 કરોડ આસપાસ ભંડોળ એકત્ર કર્યું હતું.

જુલાઈ માસમાં પણ પ્રાઈમરી માર્કેટ ધમધમતું જોવા મળશે. ચાલુ જુલાઈ માસ દરમિયાન 10 કંપનીઓ આઈપીઓ થકી રૂ. 22000 કરોડથી વધુનું ભંડોળ ઉભું કરે તેવી શક્યતા છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 10 ટકા આસપાસ અને નિફ્ટીમાં 12 ટકા આસપાસ સુધારો નોંધાયો છે. જ્યારે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં 26 ટકા અને બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં 39 ટકા સુધારો નોંધાયો છે.

આમ, શેરબજારની પોઝીટીવ ટ્રેન્ડના પગલે પ્રાઈમરી માર્કેટના મોરલમાં ઝડપી સુધારો નોંધાયો હતો. ભારતમાં ઠલવાઈ રહેલ વિદેશી રોકાણ પ્રવાહ તેમજ રીટેલ ઇન્વેસ્ટરોમાં ઊંચા લિસ્ટિંગ ગેઇનના કારણે આઈપીઓ તરફ વધતા આકર્ષણના કારણે ભારતમાં આઈપીઓ થકી ભંડોળ ઉભું કરવાની પ્રવૃત્તિ 13 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular