ભારતમાં ભલે કોરોના વાઇરસના મામલે ઓછા થયા હોય, પરંતુ આ દરમિયાન કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. હેલ્થ એકસપર્ટ્સ પણ કોરોના વાઇરસના નવા વેરિઅન્ટને ચિંતા વ્યકત કરી રહ્યાં છે. સાથે જ તેઓનું માનવું છે કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સિવાય કોરોના વાઇરસના ઓછામાં ઓછ ચાર નવા વેરિઅન્ટ છે જેનાથી સંક્રમણનો ખતરો સૌથી વધારે છે. આ ચારેય વેરિઅન્ટ પર જીણવટપૂર્વક નજર રાખવી પડશે.
જે વેરિઅન્ટ પર નજર રાખવાની વાત કરવામાં આવી રહી છે તેમાં B.1.617.3, ડેલ્ટા વેરિઅન્ટ B.1.617.2, B.1.1.318 અને લેમ્બ્ડા જેને C.37ના નામથી પણ ઓળખવામાં આવે છે. કોરોનાનો લેમ્બ્ડા વેરિઅન્ટ અનેક દેશોમાં જોવા મળ્યો છે. કોરોના વાઇરસનો કાપ્પા વેરિઅન્ટ પર પણ નજર રાખવાની જરૂર છે, કારણ કે આ ડેલ્ટા કે ડેલ્ટ પ્લસની સરખામણીમાં અત્યાર સુધીમાં ઓછો ચેપી સાબિત થયો છે.
કોરોના વાઇરસનો B.1.617.3 અને B.1.1.318 ભારતમાં પહેલેથી જ હાજર છે, લેમ્બ્ડા વેરિઅન્ટનો એક પણ કેસ ભારતમાં હાલ તો જોવા મળ્યો નથી. પરંતુ આ વેરિઅન્ટ વિશ્વના બીજા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને વિશેષજ્ઞોને ડર છે કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની શરૂઆત ભારતમાં લેમ્બ્ડા સહિત નવા વેરિઅન્ટનું કોકટેલ લાવી શકે છે. આવામાં કોરોના વાઇરસના નવા સ્વરૂપોની ઓળખ કરવા અને નિરાકરણ શોધવા માટે વધારે જીનોમિક દેખરેખની જરૂરિયાત છે.
યશોદા હોસ્પિટલ, હૈદરાબાદના સલાહકાર ચિકિત્સક ડો.વિધ્નેશ નાયડૂ વાઈના જણાવ્યા મુજબ, વાઇરસનું મ્યૂટેશન અને જેમ જેમ તે મલ્ટીપ્લાઈ થાય છે તેમ તેના મુળ આનુવંશિકમાં કેટલીક ખામઓ છે. મ્યૂટેશન બાદ વાઇરસની ફેલાવાની અને ચેપની ઝડપ વધી જાય છે. તેઓએ કહ્યું કે, આનાથી જીનોમ સિકવેંસિંગ વધારે વધારવાની જરૂરિયાત છે.
ઈંગ્લેન્ડની સ્વાસ્થ્ય એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે લેમ્બ્ડા કોરોના વાઇરસના આ વેરિઅન્ટ પર દેખરેખ રાખવાની વાત કહી છે, કારણ કે આ વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ સામે આવ્યાં છે. વર્તમાન સમયમાં ભારતમાં લેમ્બડાના એક પણ કેસની ઓળખ થઈ શકી નથી. જીનોમ સિકવેંસિંગ વધતા તેની ઓળખ થઈ શકે છે. ડો. એમ ખ્વાજાએ ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજુરી લેમ્બ્ડા જેવા નવા વેરિઅન્ટને આમંત્રણ આપી શકે છે. GISAID ડેટા પરથી જાણવા મળ્યું કે, લેમ્બ્ડાના અનેક કેસ વિશ્વભરમાંથી સામે આવ્યાં છે. જેમાંથી એક પણ કેસ ભારતમાં જોવા મળ્યો નથી. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ પીએચઈએ પોતાના 25 જૂનના રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે, લેમ્બ્ડામાં સંક્રમણ વધારે ફેલાવવાની અને એન્ટિબોડીને નિષ્ક્રિય કરવાની ક્ષમતા છે. લેમ્બ્ડા વિરૂદ્ઘ હાલની રસીની ક્ષમતાનું પરિક્ષણ પણ કરવાની જરૂરિયાત છે.
ભારતમાં એક સાથે 4-4 નવા વેરિઅન્ટનો ખતરો
કોરોનાના તમામ વેરિએન્ટ પર નજર રાખવા વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી