Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકોરોનાની સંભવિત ત્રીજી લહેર અને બાળકોનો સંક્રમિત થવાનો ડર-આટલો હોબાળો મચાવવાની જરૂર...

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને બાળકોનો સંક્રમિત થવાનો ડર-આટલો હોબાળો મચાવવાની જરૂર શું છે ?!

- Advertisement -

આજથી એક-દોઢ માસ પહેલાં કેટલાંક અહેવાલોને ટાંકીને મીડિયામાં એવી કાગારોળ મચાવવામાં આવેલી કે, ઓગસ્ટ-ઓકટોબર દરમિયાન સંભવિત રીતે કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી શકે છે જેમાં બાળકો મોટાં પાયે સંક્રમિત થવા ધારણાં છે.

- Advertisement -

આ પ્રકારના અહેવાલો પછી ગુજરાત સહિતની સરકારોએ બાળકોનાં સ્વાસ્થ્ય માટેના ઇન્ફ્રાસ્ટ્રકચર પર ધ્યાન આપ્યું. ધડાધડ બાળ હોસ્પિટલોની તૈયારીઓ થવા લાગી. ત્યારબાદ એવા રિપોર્ટસ પ્રગટ થયાં કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરમાં બાળકો મોટાંપાયે સંક્રમિત થશે એવા અહેવાલોનો કોઇ આધાર નથી !

ત્યારપછીનાં સમયગાળામાં શું બન્યું ? શું બની રહ્યું છે ? વાંચો, અહીં

- Advertisement -

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા વિસ્તારમાં 0થી 5 વર્ષ સુધીનાં બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમા 1068 બાળકોને ભારે જોખમ હોવાનું અર્થાત્ આ બાળકો કોરોના સંક્રમિત થવાની શક્યતા હોવાનું માલુમ પડયું હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત 761 બાળકો કુપોષિત, 225 બાળકો અતિ કુપોષિત અને 536 બાળકો ઓછા કુપોષિત હોવાનું સર્વેનું તારણ છે.’

અમદાવાદના તમામ તાલુકાઓમાં 0થી 5 વર્ષના બાળકોની સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આંગણવાડી બહેનો, આશા વર્કર્સ બહેનો તેમજ વિવિધ ડોક્ટર્સની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. કલેક્ટર ઓફિસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે દોઢ લાખ બાળકોના સર્વેમાં કિડની, કેન્સર, થેલેસેમિયા જેવી બીમારી ધરાવતાં 307 જેટલાં બાળકો પણ મળી આવ્યાં છે. એટલું જ નહીં જન્મથી જ તકલીફવાળાં 218 બાળકો હોવાનું સામે આવ્યું છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં નાનાં બાળકો’ વધુ પ્રભાવિત થવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે, જેને લઈને ત્રીજી લહેરમાં બાળકોને ત્વરિત સારવાર મળી રહે અને મૃત્યુઆંક ઘટાડી શકાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં 0થી 5 વર્ષનાં બાળકોમાં વજન, ઉંચાઈ, બાળકને કોઈ રોગ છે કે કેમ બાળકનું ઓક્સિજન લેવલ તેમજ ટેમ્પરેચર આ તમામ વિગતોની સાથે ઊંચા જોખમવાળાં બાળકોની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેના આધારે ત્રીજી લહેર આવે તો ઊંચા જોખમવાળાં બાળકોને ક્વોરન્ટાઇન કરીને બાળકોને સુરક્ષિત રાખી શકાય અને કોરોનાથી બાળકોને થનારા નુકસાનમાં ઘટાડો કરી શકાય.

કોરોનાની બીજી લહેર શાંત પડતા રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. રાજકોટમાં મુકાયેલા નવનિયુક્ત કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આજે ચાર્જ સંભાળ્યો હતો. આ સાથે તેઓએ કોરોનાની ત્રીજી લહેર સામે પાણી પહેલા પાળ બાંધવાનું લક્ષ્ય રાખીને ટૂંક સમયમાં રાજકોટ જિલ્લામાં 0થી 15 વર્ષ સુધીના બાળકોનો મેડિકલ સર્વે કરીને ડેટા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. આ ઉપરાંત રેમ્યા મોહનના કાર્યકાળમાં જે પ્રોજેક્ટ શરૂ થયા છે તેવા એઈમ્સ અને એરપોર્ટ જેવા મોટા પ્રોજેક્ટને પુરા કરવા પ્રાયોરિટી આપવાનું જણાવ્યું હતુ.

રાજકોટ જિલ્લાના નવા કલેકટર તરીકે અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લાના ડે.કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કલેક્ટરે પત્રકારોને જણાવ્યું હતુ કે, કોરોના વાયરસની મહામારીની સંભવીત ત્રીજી લહેર સામે સાવચેતીના પગલાં લેવામાં વહીવટી તંત્ર કોઈ કચાશ રાખશે નહી. જે અંતર્ગત જિલ્લામાં 0થી5, 5થી10 અને 10થી15 એમ ત્રણ વયગ્રુપના બાળકો એટલે કે 0થી15 વર્ષ સુધીના બાળકોનો સર્વે આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ વિભાગ અને બાળસુરક્ષા વિભાગ સાથે સંકલન કરી હાથ ધરવામાં આવશે. જેમાં તાવ, શરદી, ઉધરસ તેમજ અન્ય બીમારીવાળા બાળકોનો ડેટા એકત્રીત કરાશે. બીમારીવાળા બાળકોને સાવચેતીના પગલારૂપે રિવર્સ ક્વોરન્ટાઈન કરવા અને આવા બાળકો ઘરની બહાર નીકળે નહીં અને તેઓને જરૂરી આરોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટે કાર્યવાહી થશે.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ વિશેષમાં જણાવ્યું હતું કે આ સર્વે અંગે આગામી દિવસોમાં જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુ.કમિશનર સાથે બેઠક આયોજીત કરશે. આ ઉપરાંત આ અંગે પીડિયાટ્રીક હોસ્પિટલના ડોકટરો સાથે પણ બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં વેકિસનેશન અભિયાનને વેગવાન બનાવી વધુને વધુ લોકોનું રસીકરણ કરાશે.
કલેક્ટરે તમામ વિભાગ વાઈઝ કામગીરી અંગે અધિકારીઓ પાસેથી રિપોર્ટ મેળવ્યો હતો. રાજકોટના પ્રોજેકટો જેવા કે એઈમ્સ, હીરાસર એરપોર્ટ સહિતના પ્રોજેકટોને ગતિ આપી આ પ્રોજેકટોને ઝડપભેર પૂર્ણ કરવા માટે પ્રાયોરીટી અપાશે તેમ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular