જામનગર શહેર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યા બાદ ધીમે ધીમે વરસાદી માહોલ જામતા ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે. ચોમાસાની ઋતુના આગમનની સાથે સાથે જામનગરની બજારમાં રેઇન કોર્ટ અને છત્રીનું વેચાણ પણ વધ્યું છે. વરસાદથી બચવા માટે લોકો રેઇનકોર્ટ અને છત્રીની ખરીદી કરવા લાગ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે 25 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે જો કે ગ્રાહકો મોટી સંખ્યામાં દુકાન ઉપર રેઇનકોર્ટ અને છત્રી ખરીદી કરી રહ્યા છે.
કોરોનાકાળમાં પ્રથમ વરસાદથી ખેડુતોમાં ખુશહાલી જોવા મળી રહી છે તો શહેરીજનો પણ પ્રથમ વરસાદને આવકારી રહ્યા છે. જામનગરમાં રેઇન કોર્ટ અને છત્રીના ધંધા સાથે જોડાયેલા વેપારી જણાવી રહ્યા છે કે શહેરીજનોમાં વરસાદને લઈ આનંદ જોવા મળો રહ્યો છે અને આ વર્ષે રેઇનકોર્ટ અને છત્રીનું વેચાણ વધી શકે છે કારણ કે કોરોનાકાળમાં લોકો ખરીદી કરી શક્યા નથી હવે થોડા દિવસમાં જ વધુ ખરીદી થશે.