Wednesday, December 25, 2024
Homeરાજ્યVIDEO : ભારે વરસાદથી પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ થતા વાહનચાલકો ફસાયા, જુઓ...

VIDEO : ભારે વરસાદથી પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ થતા વાહનચાલકો ફસાયા, જુઓ દ્રશ્યો

- Advertisement -

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરના મોઢવાડા ગામે આભ ફાટ્યું છે. ભારે વરસાદને પગલે ગામના વોકળા છલકાયા છે. તેમજ વાડી ખેતરમાં જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ થયો છે.

- Advertisement -

આજે રોજ પોરબંદરના બરડા વિસ્તારમાં ધોધમાર વરસાદથી પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ થયો છે. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મજીવાણા પાસે પાણી આવતા રોડ પર પાણી ભરાયા છે. તેમજ આપડોરીયામાં ઉપરવાસથી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. પોરબંદરમાં ભારે વરસાદના પગલે બગવદર, મોઢવાડા, સીમાણી, બરખલા રોડ પર પાણીથી ગરકાવ થયા છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ ભારી ભરાતા લોકો પરેશાન થયા હતા. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular