મ્યૂચ્યૂઅલ ફંડ ઉદ્યોગમાં બલ્લે બલ્લે છે. રોકાણકારોમાં અદ્ભુત ઉત્સાહ છે.મે -2021ના અંત સુધીમાં આ ક્ષેત્રમાં રોકાણનો આંકડો રૂા. 4,67,000 કરોડે પહોંચ્યો છે. જે ઓલટાઇમ હાઇ છે. અને 2016ની સરખામણીએ આ આંકડો 4 ગણો મોટો થયો છે.
પાછલાં પાંચ વર્ષમાં એસઆઇપીએયુએમ વાર્ષિક 30%ના ધોરણે વૃધ્ધિ પામી છે. જે સંપતિની સરેરાશ વૃધ્ધિ કરતાં બમણી છે. એમએફઇન ઇન્ડિયા નામની સંસ્થાએ જાહેર કર્યા પ્રમાણે, રોકાણમાં 5 વર્ષમાં 4 ગણો વધારો નોંધાયો છે. આ ઉપરાંત માસિક એસઆઇપી યોગદાન મે-2021 સુધીમાં 2.52 ગણું થયું છે. જે ઓગસ્ટ 2016માં રૂા.3497 કરોડ હતું તે 2021 સુધીમાં વધીને રૂા.8819 કરોડ થવા પામ્યું છે.
વર્તમાન નાણાંકિય વર્ષની વાત કરીએ તો પ્રથમ પાંચ મહિનામાં એસઆઇપીનું યોગદાન રૂા.42,148 કરોડનું છે. નાના રોકાણકારોના રસમાં વૃધ્ધિ નોંધાય છે. વધતાં જતાં નાના બચતકારો એમ સમજાવી રહ્યા છે કે, બેંકોના વ્યાજદર છેલ્લાં કેટલાંક વર્ષથી ઘટી રહ્યા છે. ફુગાવો અને વ્યવસ્થિત લાબાંગાળાના ઉચ્ચતમ ગુણાત્મક વળતર માત્ર એમએફ ફંડના એસેટ કલાસમાંથી જ આવી શકે એમ છે. એસઆઇપીમાં દર મહિને માત્ર રૂા. 500ના રોકાણથી પણ ખાતું ખોલાવી શકાય છે. જે ભારતીય બચતકારોમાં લોકપ્રિય બની છે. કારણ કે, તેમાં બજારની અસ્થિરતા, બજારનો સમય નકકી કરવાની ચિંતાનો અભાવ, રૂપિયાનો સરેરાશ ખર્ચ અને શિસ્તબધ્ધ રોકાણ જેવાં મહત્વના પરિબળો સામેલ છે.