રાજયમાં એક બાજુ મરાઠા અનામતનો મુદ્દો સળગી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રવાદી નેતા અને અન્ન તથા નાગરી પુરવઠા મંત્રી છગન ભુજબળે ઓબીસી અનામત માટે આંદોલન પોકાર્યું છે. નાશિકમાં બુધવારે સમતા પરિષદે રાજયભરમાં આંદોલન કરવાની ઘોષણા કરી છે. આથી ઠાકરે સરકારનો માથાનો દુખાવો ઓર વધશે.
ભુજબળના નાશિકના નિવાસ સ્થાને બુધવારે બેઠક પાર પડી. તેમાં ઓબીસી રાજકીય અનામતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ પછી રસ્તા પર લડાઇ લડવા માટે સમતા પરિષદે ઘોષણા કરી હતી. સમતા પરિષદ આંદોલન ઓબીસી અનામત બચાવ માટે છે. રાજય સરકાર કે કેન્દ્ર સરકાર, કોઇએ પણ આનો ઉકેલ લાવવો જોઇએ. તે માટે ઓબીસી સમાજ આંદોલન કરશે અન્ય સમાજ પણ આંદોલન કરી રહ્યા છે. ઓબીસીને આંચ નહીં આવે તે રીતે મરાઠા સમાજને અનામત આપો તેમાં અમને કોઇ વાંધો નથી. કોર્ટમાં ચુકાદો આવ્યો એટલે અનામતનો મુદ્દો પૂરો થયો એવું નથી, એમ ભુજબળે જણાવ્યું હતું.
મરાઠા અનામત માટે બંધારણમાં દુરસ્તી થવી જોઇએ.એવો મત અમુક લોકાનો છે તે ખોટો નથી. પરભણી ખાતે ઓબીસી આંદોલાનકારીઓ પરગૂના દાખલ થઇ રહ્યા છે. અમુક ઠેકાણે અન્ય સમાજ આંદોલન કરે છે તો પછી અહીં જ ગુના શા માટે દાખલ કરવામાં આવે છે. એવો પ્રશ્ન તેમણે પોતાની સરકારને પૂછીને નારાજી વ્યકત કરી હતી.
વિજય વડેટ્ટીવારે ઓબીસી સમાજ મેળાવડો લીધો છે ત્યાં હું જવાનો છું. ગુરૂવારથી સમતા પરિષદ ઓબીસી આંદોલન કરી રહી છે અને હું તેમાં યોગ્ય સમયે સામેલ થઇશ, એમ ભુજબળે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની સાથે હવે ઓબીસી અનામત પણ ચર્ચામાં !
બળૂકા નેતા છગન ભૂજબળ ઓબીસી આંદોલન કરશે