યુધ્ધની પરિસ્થિતિમાં સેના માટે જરૂરી યુધ્ધ સામાનનું ઝડપથી પરિવહન કરી શકાય તે માટે ભારતીય રેલવેએ પશ્ર્ચિમી ક્ષેત્રમાં ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર પર યુધ્ધ ટેન્કો સાથે સફળ પરિક્ષણ કર્યુ હતું. ભારી ભરખમ ટેન્કને ઓછા સમયમાં કઇ રીતે જરૂરિયાતને સ્થળે પહોંચાડી શકાય તેનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરિક્ષણ બાદ સૈન્ય ઉપકરણ માત્ર 24 કલાકમાં કોલકત્તાથી લુધિયાણા પહોંચાડી શકાય તે પ્રસ્તાપિત થયું હતું. રક્ષામંત્રાલયના જણાવ્યા અનુસાર આવા બે પરિક્ષણ કરવામાં આવ્યા હતા.