Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઆવકવેરા વિભાગનું નવું પોર્ટલ કરદાતાઓ માટે ‘નવી’ પરેશાની!

આવકવેરા વિભાગનું નવું પોર્ટલ કરદાતાઓ માટે ‘નવી’ પરેશાની!

- Advertisement -

કેન્દ્રીય આવક્વેરા વિભાગે કરદાતાઓની સુવિધા માટે એક અઠવાડિયા પહેલા જ નવું ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું છે પરંતુ આ પોર્ટલમાં અનેક ખામી હોવાની વાત સામે આવી છે. ખામીને લીધે કરદાતાઓને સુવિધા થવાના બદલે મુશ્કેલી અનુભવાઈ રહી છે.

ખૂબ જ ઉત્સાહ સાથે કેન્દ્રીય નાણામંત્રાલયે ટેક્સ પેયર ફ્રેન્ડલી પોર્ટલ લોન્ચ કર્યાનો દાવો કર્યા હતો. 7 જૂનના રોજ જયારે પોર્ટલ લોંચ કરવામાં આવ્યું ત્યારે અનેક ટેક્નિક્લ ખામી સામે આવી હતી, કરદાતાઓ એટલા પરેશાન થઇ ગયા કે નાણામંત્રી નિર્મલા સિતારમણને ટ્વિટર મેસેજ કરીને અનેક લોકોએ ફરિયાદ કરી રહ્યા છે. ફરિયાદ બાદ આ પોર્ટલ હેન્ડલ કરતી ઇન્ફોસિસના નંદન નિલેકણીએ જાહેર ક્યું કે અમે પોર્ટલ ઉપર કામ કરી રહ્યા છીએ.

અમદાવાદના ચાર્ટડ એકાઉન્ટન્ટ દિપક જાગેટીયા જણાવે છે કે કોઈપણ ઓનલાઇન પોર્ટલ યુઝર ફ્રેન્ડલી હોવું આવશ્યક છે. આવકવેરા વિભાગનું નવું પોર્ટલ પણ સહેલું હશે એમ માનતા હતા પરંતુ ટેક્નિકલ ખામી દેખાયા પછી ખબર પડી કે અસુવિધાજનક છે. હાલ આ પોર્ટલમાં ઘણી ખામી હોવાનું સામે આવ્યું છે. ફર્ગેટ પાસવર્ડનો ઓપ્શન આવતો નથી, પીડીએફમાં આઇટી રિટર્ન ફાઈલ કરી શકાતા નથી. આઇટી એકનોલોજમેન્ટ પણ પીડીએફમાં નથી આવી શકતી. ચલણ નંબર વેલિડિટી નથી. ઈ પ્રોસાસિંગ ટેબ કામ કરતું નથી. જૂની ડિમાન્ડ આઉટ સ્ટેન્ડિંગ દેખાતું નથી ત્યાં સુધી કે વર્ષ 2021નું આઇટી રિટર્ન ફાઈલ ન થવાની પણ ફરિયાદ ઉઠી છે. કુલ 20થી 30 નાની મોટી ટેક્નિકલ ખામીઓ હોવાનુ ચાર્ર્ટ્ડ એકાઉન્ટન્ટસ અને વેપારીઓ કહી રહ્યા છે. ઉધોગ જગત સાથે જોડાયેલા નરેશ શર્મા જણાવે છે કેઆમ તો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધું મેનેજ કરતા હોય છે પણ તેમને સમસ્યા થાય છે. અમારે પોર્ટલમાં નાના મોટાં કામ હોય તો અત્યારે સમસ્યા થઇ રહી છે.

જો કે નાણામંત્રાલય આ અંગે કાળજી લઇ રહ્યું છે અને બને તેટલી જલ્દી આ સમસ્યા દૂર કરવા માટે કામે લાગ્યું છે. ઇન્ફોસિસના ટેક્નિક્લ સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે. અગાઉ જીએસટી વખતે આ જરીતે કરદાતાઓ, વેપારીઓ અનેઉદ્યોગકારો પરેશાન થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular