એકતા કપૂરના શો ‘પવિત્ર રિશ્તા’ માં સુશાંત અને અંકિતાએ માનવ અને અર્ચનાની ભૂમિકા ભજવી હતી. આ શો 2014 માં ઓફ એર થઈ ગયો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ‘પવિત્ર રિશ્તા 2.0’ ની સિક્વલ બની રહી છે, જેમાં અભિનેતા શાહિર શેખ સુશાંતની ભૂમિકા ભજવશે. બીજી તરફ અંકિતા લોખંડે અર્ચનાના પાત્રમાં જોવા મળશે.
‘પિંકવિલા’ ના એક અહેવાલ મુજબ નિર્માતા એકતા કપૂર ‘પવિત્ર રિશ્તા 2.0’ ના કન્સેપ્ટ અને સ્ટોરીને અંતિમ સ્વરૂપ આપી રહી છે અને હવે આ શોની કાસ્ટિંગ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર અભિનેતા શાહિર શેખને ‘પવિત્ર રિશ્તા 2.0’ માટે સાઇન કરવામાં આવ્યા છે. આ શોમાં તે માનવની ભૂમિકા ભજવશે, જ્યારે અંકિતા લોખંડે અર્ચનાની ભૂમિકામાં પાછા આવશે. શોથી સંબંધિત અન્ય કાસ્ટને પણ ટૂંક સમયમાં આખરી ઓપ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ‘પવિત્ર રિશ્તા’ ની શરૂઆત વર્ષ 2009 માં થઈ હતી અને તેની સાથે સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેની કારકિર્દી પણ શરૂ થઈ. જોકે સુશાંત અગાઉ એકતા કપૂરના અન્ય શો ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’માં જોવા મળ્યો હતો, પરંતુ પ્રખ્યાત’ પવિત્ર રિશ્તા ‘માંથી થયો હતો. આ શો દ્વારા સુશાંત અને અંકિતા રીલ લાઇફની સાથે સાથે રીઅલ લાઈફમાં પણ બેસ્ટ જોડી બની હતી. જો કે સુશાંતે બાદમાં 2011 માં બોલીવુડમાં પ્રવેશ માટે ‘પવિત્ર રિશ્તા’ને વિદાય આપી હતી.ત્યારબાદ તેની જગ્યા હિતેન તેજવાનીએ લીધી હતી.