ખંભાળિયાના જલારામ મંદિર વિસ્તારમાં એલ.સી.બી. પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જાહેરમાં મોબાઈલ ફોનમાં લુડો એપ ડાઉનલોડ કરી, પૈસાની હારજીત કરી રહેલા અનિલ ઉર્ફે ડાયાભાઈ જેન્તીભાઈ પોપટ અને ડાડુ પાલાભાઈ ધારાણી નામના બે શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 10,820 રોકડા સહિત કુલ રૂ.15,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ બ્રાંચના પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સિંગરખીયા, દેવશીભાઇ ગોજીયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.