અરવલ્લીના માલપુરમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. અહીં વીજળીના તારમાં ફસાયેલા કબુતરને બચાવવા માટે દિલીપભાઈ વાઘેલા (ઉ.વ.35) નામના યુવક વીજ પોલ પર ચઢ્યા હતા અને કબુતરને લાકડી મારી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજ શોક લાગતા તેઓ થાંભલા પરથી જમીન પર પટકાયા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીઓ સામે આવ્યો છે.