આજે વૈશાખ મહિનાની અમાસે શનિ જયંતિનો અવસર છે. આજના દિવસને શનિ અમાવસ્યા પણ કહેવાય છે. આજરોજ જામનગર ખાતે પણ શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં ઇચ્છેશ્ર્વર મહાદેવ મંદિર દ્વારા શનિ જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શનિદેવની પૂજા તેમજ તેલ અભિષેક કરાયો હતો. ત્યારબાદ બપોરે હવનનું બીડુ હોમાયા બાદ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.