Wednesday, December 18, 2024
Homeરાજ્યગુજરાતતાઉતે વાવાઝોડા સંદર્ભે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે રૂ.9836 કરોડની મદદ માંગી

તાઉતે વાવાઝોડા સંદર્ભે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે રૂ.9836 કરોડની મદદ માંગી

- Advertisement -

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. તેવામાં રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોને કેન્દ્ર સરકાર દ્રારા 500 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે કેન્દ્ર સમક્ષ NDRF અંતર્ગત રૂ.9836 કરોડની સહાય માટે રજૂઆત કરી છે.

- Advertisement -

આવેદનપત્ર-મેમોરેન્ડમમાં રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નૂકશાન સામે ભારત સરકાર પાસે NDRFના ધોરણે રૂ. ૯૮૩૬ કરોડની સહાયની અપેક્ષા વ્યકત કરી છે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલા વાવાઝોડા કરતાં આ તૌકતે વાવાઝોડું વિકરાળ અને વિનાશક વાવાઝોડું હતું.

કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા ગુજરાતના આ મેમોરેન્ડમમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજીનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડાને પરિણામે માનવ હાનિ-જાનહાનિ, પશુ મૃત્યુ, મિલ્કતોને નુકશાન અને અન્ય મહત્વના ક્ષેત્રોનો કેપિટલ લોસ સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં થયો છે.

- Advertisement -

આ સહાય ભારત સરકાર NDRF માંથી ગુજરાતને ફાળવે તેવી આગ્રહભરી વિનંતી પણ કરવામાં આવી છે. એટલું જ નહિ, રાજ્ય સરકારે SDRF માટે પણ રૂ.500 કરોડની વધારાની સહાયની માંગણી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular