મહારાષ્ટ્રના પુણેમાં આજે સાંજે સેનિટાઈઝર બનાવતી એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગી તે સમયે ફેક્ટરીમાં 37 લોકો હતા જેમાંથી 18 લોકો આગમાં જીવતા ભુંજાયા છે. જયારે અમુક લોકો હજુ સુધી લાપતા છે. આગ અંગેની ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.
પુણેમાં એક સેનિટાઈઝર બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 18 લોકોના મૃત્યુ નીપજ્યા છે. અમુક લોકો હજુ પણ લાપતા છે. પુનાના પીરંગુટ એમઆઈડીસી વિસ્તારમાં એક સેનિટાઈઝર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં સાંજના પાંચ વાગ્યાની આસપાસ ભારે આગ લાગી હતી. આગને કારણે કારખાનામાં ફસાયેલ 37 માંથી 18 કામદારોનાં મોત નીપજ્યાં છે. હજી ઘણા કર્મચારીઓ ગુમ છે. ફેક્ટરીમાંથી નીકળતો કાળો ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાઇ રહ્યો છે. હાલમાં કારખાનામાં ઘણા મજૂરો ફસાયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લેવા તેમજ લાપતા લોકોની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી છે.