કોરોનાના લીધે IPL 2021ને અધવચ્ચે જ અનિશ્ચિત સમય માટે અટકાવી દેવામાં આવી હતી જ્યારે, હાલમાં જ થયેલી BCCIની ECBસાથેની મીટિંગમાં IPLની તારીખ નક્કી કરવામાં આવી છે.આઈપીએલ 14ની બાકીની મેચ યુએઈમાં રમાશે. અને 19 સપ્ટેમ્બરથી અધુરી મેચ શરુ થશે. તેમજ 15 ઓક્ટોબરે ફાઈનલ યોજાશે.
IPL-14ના ફેઝ-2નો શુભારંભ 19 સપ્ટેમ્બરના રોજ થશે અને ફાઈનલ મેચ 15 ઓક્ટોબર દશેરાના રોજ યોજાશે. BCCIના એક અધિકારીના જણાવ્યા મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડ અને અમીરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે યોજાયેલી દરેક બેઠકો સારી રહી હતી અને ભારતીય બોર્ડને વિશ્વાસ છે કે IPL-14ના ફેઝ-2ની તમામ મેચ દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવશે. BCCIએ જણાવ્યું કે ક્રિકેટના આગામી કેલેન્ડર મુજબ 25 દિવસના સમયગાળામાં IPLની આ એડિશન પૂરી કરવી અનિવાર્ય છે એ મુજબ ઓકટોબર 15ના દિવસે ટૂર્નામેન્ટની અંતિમ મેચ એટલે કે IPLની ફાઇનલ રમાશે.
વિદેશી ખેલાડીઓ IPLની આ મિનિ સિઝનમાં રમશે કે નહી તે અંગે અનેક તર્ક વિતર્ક છે ત્યારે આ મુદ્દે BCCIએ જણાવ્યું કે, તેઓ દરેક દેશના ક્રિકેટ બોર્ડ સાથે સંપર્કમાં છે અને સંપૂર્ણ પ્રયાસ કરશે કે બધા જ ખેલાડીઓ IPLમાં હાજર રહે.
કોરોનાના લીધે IPL-14ને 4મેના રોજ અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી. 2મે સુધી આ ફેઝમાં 29 મેચ યોજાઈ હતી. IPL-14ના પ્રથમ ફેઝમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 8 મેચમાં 6 જીત સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 5 મેચમાં જીત પ્રાપ્ત કરીને બીજા નંબર પર યથાવત છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંતર્ગત RCBએ 5 મેચમાં જીત પ્રાપ્ત કરીને ત્રીજા સ્થાન પર યથાવત છે.