Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆજથી PF ને આધારકાર્ડ સાથે જોડવું ફરજીયાત

આજથી PF ને આધારકાર્ડ સાથે જોડવું ફરજીયાત

ત્રણ માસનો બેઝિક પગાર+ DAની રકમ અથવા PFના 75% રકમ ઉપાડી શકશે નોકરિયાતો: નવી વ્યવસ્થામાં અસંગઠિત કામદારોનો ડેટાબેઝ એકઠો કરવાનો પણ વ્યૂહ

- Advertisement -

સરકાર દ્વારા ચાલતી એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાના કારણે સર્જાયેલી આર્થિક ભીંસને ધ્યાનમાં રાખી કર્મચારીઓને તેમના પ્રોવિડન્ટ ખાતાઓમાંથી વધારાની રકમ ઉપાડી લેવાની મંજૂરી આપી હતી. આ જોગવાઇ હેઠળ કરવામાં આવેલો ઉપાડ પાછો આપવાનો નથી. દરેક કર્મચારી પોતાના ત્રણ મહિનાનો બેઝિક પગાર વત્તા ડીએની રકમ અથવા તેની કુલ PFની રકમના 75 ટકામાંથી જે ઓછું હશે તેટલો ઉપાડ કરી શકશે.

ઉપાડ કરવા માટે ઓટો કલેમ સેટલમેન્ટ પ્રોસેસ નામની સિસ્ટમ વિકસાવી છે. PF ખાતાધારકોમાંથી જે સભ્યોની નો યોર કસ્ટમર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હશે તે તાત્કાલિક ઉપાડ માટે અરજી કરી શકશે. અરજી ઓટોમેટિક સ્વીકારાશે, પ્રોસેસ થશે અને ત્રણ જ દિવસમાં ઉપાડની રકમ ખાતામાં જમા થઇ જશે. સરકારે જણાવ્યું હતું કે માણસો થકી આ કામ કરવામાં 20 દિવસ લાગી જતા હતા. હવે તે માત્ર 3 દિવસમાં જ પૂર્ણ થઇ જશે.

આ યોજના ખાસ કરીને 15000થી ઓછા પગારવાળા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે. કોરોનાકાળમાં આ અગાઉ EPFO દ્વારા 18698.15 કરોડ રૂપિયા રાહત પેટે ચૂકવવામાં આવ્યા હતા. સરકારે અધિકૃત નિવેદનમાં જણાવ્યું હતું કે આવી રાહત બીજી વખત આપવામાં આવી છે. માર્ચ 2020માં પહેલી વખત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોવિડ-19 રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

EPFO દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જૂનથી દરેક PF ખાતેદારે પોતાની ખાતપરી કરવી પડશે કે તેમને નોકરી રાખનારે તેમના PF ખાતાને તેમના આધારકાર્ડ સાથે લિન્ક કરી દીધું છે કે કેમ. જો આધારકાર્ડ લિન્ક નહીં થાય તો કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ તો ખાતામાં જમા થતું રહેશે, પરંતુ નોકરીએ રાખનારના ભાગની રકમ જમા થશે નહીં. સરકારે જણાવ્યું હતું કે તે આ નિયમ દ્વાર અનઓર્ગેનાઇઝડ સેકટરના કર્મચારીઓનો ડેટાબેઝ તૈયાર કરવા માંગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular