કલ્યાણપુરથી આશરે બાર કી.મી. દુર ગઢકા વિસ્તાર ખાતેથી પસાર થતા એક ડબલ સવારી મોટરસાયકલને અટકાવી, પોલીસે ચેકિંગ કરતા વિદેશી દારૂની 2 બોટલ તથા 8 નંગ ચપલા મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 1,600ની કિંમતનો વિદેશી દારૂ તથા રૂપિયા 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન તેમજ રૂપિયા 30 હજારની કિંમતના મોટરસાયકલ મળી કુલ 41,600ના મુદ્દામાલ સાથે ગાઢકા ગામના રહીશ રોહિત કારૂભાઈ ડાભી અને ભાવેશ ખીમાભાઈ ડાભી નામના બે યુવાનોને અટક કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.