Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજી.જી.હોસ્પિટલમાં થયેલ બબાલ મુદ્દે ફરિયાદ દાખલ કરવા માંગણી

જી.જી.હોસ્પિટલમાં થયેલ બબાલ મુદ્દે ફરિયાદ દાખલ કરવા માંગણી

જામનગરમાં દસાડાના ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ આવેદન પત્ર પાઠવ્યું

- Advertisement -

જામનગરની જી. જી. હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં તાજેતરમાં સફાઈ કર્મચારીઓ વચ્ચે ટીફીન દેવા બાબતે બબાલ સર્જાઈ હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા તેમને સમજાવવા જતાં પથ્થરમારો પણ થયો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી કેટલાંક લોકોની અટકાયત પણ કરાઇ હતી. જેને લઇને અનુસૂચિત જાતિ દ્વારા આ ઘટનાને યોગ્ય તપાસ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન તેમજ ધરણાં કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના ધારાસભ્ય નૌસાદ સોલંકી પણ જામનગર પહોંચ્યા હતાં. તેમણે ધરણાં પર રહેલાં લોકો સાથે પણ મુલાકાત કરી હતી.
જામનગર શેહર કોંગ્રેસ સમિતી અનુ.જાતિ વિભાગ તથા ભીમ શક્તિ દ્વારા પણ આવેદન પત્ર પાઠવી આ ઘટનાની ફરિયાદ દાખલ કરવા માંગણી કરવામાં આવી છે. કોર્પોરેટર આનંદ રાઠોડ પૂર્વ વિપક્ષનેતા આનંદ ગોહિલ તેમજ ધારાસભ્ય નૌસાદ સોંલકી તથા ભીમ સેનાના કાલીદાસ વાધેલા દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular