જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતા અને આંગડીયા પેઢીમાં નોકરી કરતા યુવાનને વિનુભાઈના નામે મોબાઇલ ફોન કરી વાંકાનેરમાં પૈસા મોકલવાનું કહી રૂા.1.90 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી ખાવડીમાં બેસ્ટ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા ભાવેશ જેન્તીલાલ પંડયા નામના યુવાનને ગત તા.20 ના રોજ બપોરના સમયે 7041272898 નંબરના મોબાઇલધારકે ફોન કરી ‘હું નાગાર્જુન પેટ્રોલ પંપેથી વિનુભાઈ બોલું છું, મારે 25 લાખ આપવાના છે અને બે જગ્યાએ મોકલવાના છે તો તમે વાંકાનેર 1,90,000 મોકલી આપજો અને લેનાર વ્યકિત કમલેશભાઇ છે. જેનો મોબાઇલ નંબર 9737468066 છે. જેથી ભાવેશએ રૂા.1,90,000 વાંકાનેર બ્રાંચમાં મોકલી આપ્યા હતાં. ત્યારબાદ 94096 89156 નંબરધારક કમલેશભાઇ તથા વિનુભાઇ નાગાર્જુન પેટ્રોલપંપ વાળાના ખોટા નામ ધારણ કરી રૂા.1.90 લાખની છેતરપિંડી આચર્યાની જાણ થતા ભાવેશેે ત્રણ મોબાઇલ નંબર ધારક વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સીક્કામાં આંગડિયા પેઢી સાથે બોગસ નામે છેતરપિંડી
નાગાર્જુન પંપના વિનુભાઈના નામે બોગસ ફોન કર્યો : રૂા.1.90 લાખની ઠગાઈ : આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ