જામનગર શહેરમાં હવાઈ ચોક વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.21600 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગુલાબનગર પહેલા ઢાળિયા પાસે મોબાઇલમાં લૂડો ગેમ દ્વારા પૈસાની હારજીત કરતા બે શખ્સોને રૂા.10070 ની રોકડ રકમ અને એક ટેબ્લેટ મળી કુલ રૂા.11070 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના નવાગામ ઘેડમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.3500 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસે રેઈડ દરમિયાન જિતેશ ઉર્ફે જીવી ધીરુભાઈ કનખરા, અલકેશ કાંંતીભાઇ નંદા અને અજય ભરત કનખરા નામના ત્રણ શખ્સોને રૂા.21600 ની રોકડ રકમ અને બે નંગ ઘોડીપાસા સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા સુનિત ઉર્ફે કુબી હરજીવન ગંઢા નામનો શખ્સ નાશી ગયો હોવાનું જણાતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર પહેલાં ઢાળિયા પાસે મોબાઇલમાં ફોન લૂડો ગેમમાં જૂગાર રમતા ચનુભા જખુભા જાડેજા અને અનિલ મનસુખ ગોહિલ નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10070 ની રોકડ રકમ અને લૂડો રમતા ટેબ્લેટ સહિત રૂા.11070 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઘોડીપાસાનો જૂગાર રમતા પ્રતાપસિંહ ઉર્ફે રાજયો બુન પ્રભાતસિંહ જાડેજા અને અશોક શરદ સિંગાળા નામના બે શખ્સોને રૂા.3500 ની રોકડ રકમ અને બે નંગ ઘોડીપાસા સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
જામનગર શહેરમાં ત્રણ સ્થળોએ જૂગાર દરોડા
હવાઈ ચોકમાંથી ઘોડીપાસા રમતા ત્રણ શખ્સો ઝડપાયા : રૂા.21,600 ની રોકડ રકમ કબ્જે: એક શખ્સ નાશી ગયો : ગુલાબનગરમાંથી લૂડોમાં જૂગાર રમતા બે શખ્સ ઝબ્બે : રૂા.11,070 નો મુદ્દામાલ કબ્જે : નવાગામ ઘેડમાંથી જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા : રૂા.3500 ની રોકડ રકમ કબ્જે