જામનગર શહેરમાં ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં પાંચમાં માળેથી આત્મહત્યા કરવા ગયેલી તરૂણીને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવામાં આવી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતી એક તરૂણી રવિવારે શહેરના પંચેશ્ર્વટાવર પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષના પાંચ મા માળેથી આત્મહત્યા કરતી હોવાની જાણના આધારે જામનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટીમના જવાનો દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતી તરૂણીને બચાવી લેવામાં આવી હતી. ત્યારબાદ તરૂણીને તેના પરિવારજનોને સોંપી આપવામાં આવી હતી.


