1લી મેથી 18 થી 44 વર્ષ સુધીનાં યુવાઓ માટે વેક્સિન ખોલવામાં આવ્યા બાદ જામનગર શહેરનું ગઇકાલ સુધીમાં કુલ 70998 યુવાઓને વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં દરરોજ સાડા પાંચ હજારથી વધુ યુવાઓને વેક્સિન આપવામાં આવી રહી છે. ગઇકાલે પણ 5401 યુવાઓને વેક્સિન આપવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગરમાં 45 થી વધુ ઉંમરના કુલ 1,50,872 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જે પૈકી 1,04,690 વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂકયા છે. જ્યારે 46,182 લોકો વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકયા છે. ગઇકાલે 45 થી વધુ ઉંમરના 810 લોકોને પ્રથમ ડોઝ અને 14 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2,11,000થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. આમ શહેરની લગભગ 30 ટકાથી વધુ વસ્તીને વેક્સિનનો પ્રથમ ડોઝ લાગી ચૂકયો છે.
જામનગરમાં 70 હજારથી વધુ યુવાઓને લાગી વેક્સિન
કુલ 2.11 લાખથી વધુ લોકોનું રસિકરણ થઇ ગયું