Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયપ્લેન ક્રેશ થતાં આ પ્રખ્યાત અભિનેતા અને તેની પત્ની સહીત 7ના મૃત્યુ

પ્લેન ક્રેશ થતાં આ પ્રખ્યાત અભિનેતા અને તેની પત્ની સહીત 7ના મૃત્યુ

- Advertisement -

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ટાર્ઝન ફેમ એક્ટર “જો લારા” નું અમરીકામાં પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. અભિનેતાની સાથે તેની પત્ની સહીત અન્ય 7 લોકો પણ આ વિમાનમાં સવાર હતા. તેમના પણ મૃત્યુ નીપજ્યા છે.

- Advertisement -

1990 ના દાયકામાં, ટાર્ઝન ટીવી શ્રેણીમાં ટાર્ઝનનું મુખ્ય પાત્ર ભજવનાર અમેરીકાના અભિનેતા વિલિયમ જોસેફ લારા (જો લારા) નું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. શનિવારના રોજ આ દુર્ઘટના ઘટી હતી જેમાં 58 વર્ષીય જો લારાની પત્ની સહીત 7લોકોના મૃત્યુ થયા છે. જો લારાએ 2018માં જ ગ્વેન શેમ્બલીન સાથે લગ્ન કર્યા હતા.

સેસના સી 501 વિમાન સ્મિર્ના રદરફોર્ડ કાઉન્ટી એરપોર્ટથી પામ બીચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જઈ રહ્યું હતું. તે દરમિયાન  પર્સી પ્રિસ તળાવ નજીક ક્રેશ થયું હતું. કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું કે આ સાત લોકોની ઓળખ બ્રેન્ડન હન્ના, ગ્વેન એસ લારા, વિલિયમ જે લારા, ડેવિડ એલ માર્ટન, જેનિફર એ માર્ટિન, જેસિકા વોલ્ટર્સ અને જોનાથન વોલ્ટર્સ તરીકે થઈ છે. આ તમામ ટેનેસીના બ્રેન્ટવુડના રહીશ હતા. પરિવારજનો તરફથી ખાતરી થયા બાદ તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

જો લારા એ વર્ષ 1989માં , ટાર્ઝન ઇન મેનહટ્ટન ફિલ્મમાં  ટાર્ઝનની ભુમિકા ભજવી હતી. બાદમાં તેણે  ટાર્ઝન ધારાવાહિકમાં અભિનય કર્યો હતો. જેનાથી તેઓ ઘણા પ્રખ્યાત થયા હતા. આ સીવાય પણ  આર્મસ્ટ્રોંગ અને વારહેડ એક્શન ફિલ્મોમાં તેમના પાત્રની ખુબ પ્રશંશા થઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular