Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, મૃત્યુદર યથાવત

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, મૃત્યુદર યથાવત

- Advertisement -

કોરોના વાયરસને લઇને દેશમાં એક મહિના અગાઉ જે સ્થિતિ હતી તેમાં ઘણો સુધારો આવ્યો છે. દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે રીકવરી રેટમાં પણ વધારો થયો છે.પરંતુ મોતનો આંકડો હજુ પણ યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના લીધે 3128 લોકોના મૃત્યુ થયા છે. આજે 1.52 લાખ નવા કેસ સામે આવ્યા છે.

- Advertisement -

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 152734 કેસ નોંધાયા છે. 15 દિવસ પહેલા દૈનિક 4લાખ કેસ નોંધાતા હતા. જયારે હાલ દૈનિક કેસો માં મોટો ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 2.80 કરોડ કેસ નોંધાયા છે અને 2.56 કરોડથી વધુ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. દેશમાં હાલમાં કોરોના રીકવરી રેટ  91.60 ટકા છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 2.38 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે.

નવા કેસો ઘટી રહ્યા છે અને રીકવરી દરમાં સુધાર આવતા દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસો પણ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન  88416 સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. અને હાલમાં દેશમાં 20.26 લાખ કેસ એક્ટીવ છે. 15 દિવસ પહેલા સક્રિય કોરોના કેસોની સંખ્યા 38 લાખથી ઉપર હતી.

- Advertisement -

કોરોના સામેની લડતમાં દેશમાં વેક્સીનેશન પણ ચાલુ છે.ગઈકાલે 10.18 લાખ લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 21.31 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. 16.86 કરોડને પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે 4.45 કરોડને બન્ને ડોઝ મળી ચુક્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular