Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઆજે આ જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો

આજે આ જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો

બોટાદમાં 1, છોટાઉદેપુરમાં 2, મોરબી અને તાપીમાં માત્ર 6-6 કેસ નોંધાયા

- Advertisement -

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આજે રાજ્યમાં 2230 નવા કેસ નોંધાયા હતા અને 29 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 7109 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

- Advertisement -

ગુજરાતના 4 જીલ્લાઓ એવા છે કે જ્યાં કોરોનાના 10 કરતા પણ ઓછા કેસ નોંધાયા છે. જેમાં બોટાદમાં 1, છોટાઉદેપુરમાં 2, મોરબી અને તાપીમાં માત્ર 6-6 કેસ નોંધાયા છે. ત્યારે ગઈકાલના રોજ પણ આ જીલ્લાઓમાં આટલા જ કેસ જોવા મળ્યા હતા. સતત બીજા દિવસે ડાંગમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ડાંગમાં જો કોરોનાનું સંક્રમણ નહી વધે તો ટૂંક સમયમાં આ જીલ્લો કોરોનામુક્ત થઇ જશે. અહીં માત્ર કોરોનાના 34 જ કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યારે ડાંગ અને છોટાઉદેપુર બે જ જિલ્લા એવા છે, જ્યાં 100થી ઓછા એક્ટિવ કેસો છે. છોટાઉદેપુરમાં 97 એક્ટિવ કેસો છે. રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે.

અંતે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે અને કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે 62 દિવસ બાદ નવા કેસમાં 2252થી ઓછા નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 2 હજાર 230 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 7 હજાર 109 દર્દીએ કોરોનાને માત આપી છે. તો દૈનિક મૃત્યુઆંક 29 થયો છે. આમ સતત 25મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 93.98 ટકા થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular