નવસારીના ચીખલી તાલુકામાંથી હીટ એન્ડ રનમાં થયેલ મોતનો એક વિચલિત કરતો લાઇવ વીડિયો સામે આવ્યો છે. આ કોઈ સીસીટીવી નહીં પરંતુ હીટ એન્ડ રનનો એક એવો આકસ્મિક લાઇવ વીડિયો છે જેમાં મોતના વિચિલિત કરતાં દૃશ્યો કેદ થયા છે. સમગ્ર ઘટનાક્રમ પાછળથી આવી રહેલી એક કારમાં અનાયાસે લાઇવ શૂટ થઈ રહેલા વીડિયોમાં કેદ થઈ ગયો છે.
ગઇકાલે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બાદલ માધુભાઈ વારગિયા નામનો 20 વર્ષીય યુવક ચીખલી સર્કલ પાસેથી બાઈક પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પીકઅપ ટેમ્પો સર્કલ પરથી પૂરપાટ ઝડપે નીકળ્યો હતો. ટેમ્પોની ઝડપ એટલી હતી કે અકસ્માત બાદ તે પલટતાં પલટતાં રહી ગયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બાદલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મૃત્યું થયું હતું.
વિડીઓમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો. અકસ્માત બાદ થયેલા આગના તણખા પણ જોઈ શકાય છે. બનાવની જાણ થતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે.