Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકોવિડથી અનાથ થયેલા બાળકોને શોધી તેમની મદદ કરો : સુપ્રિમકોર્ટ

કોવિડથી અનાથ થયેલા બાળકોને શોધી તેમની મદદ કરો : સુપ્રિમકોર્ટ

દેશમાં કોરોનાના કારણે કેટલા બાળકો અનાથ બન્યા હશે તેની કલ્પના પણ થઈ શકતી નથી તેવું સંવેદનાસભર અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને દિશા નિર્દેશ આપ્યો છે કે, તેઓ કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોની માહિતી મેળવે અને તેમને તત્કાળ રાહત પુરી પાડે. રાજ્ય સરકારોને રસ્તે રઝળતા બાળકોની યાજના સમજવા અને કોર્ટોના આદેશની રાહ જોયા વિના જ તરત તેમની સારસંભાળ લેવા પણ સુપ્રીમે જણાવ્યું હતુ. વેકેશન બેન્ચ ઓફ જસ્ટીસ એલ.એન.રાવ અને અનિરૂદ્ધ બોઝે જિલ્લા વહિવટીતંત્રોને તેમના વિસ્તારના અનાથોની ઓળખ કરીને તેમની વિગતો શનિવાર સાંજ સુધીમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસી આર) ની વેબસાઈટ પર અપલોડ કરવા માટે જણાવ્યું છે. રાજ્ય સરકારો કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોની ઓળખ કરે અને તેમના સુધી રાહત પહોંચાડે તે અંગેના પેન્ડિંગ સુઓ મોટો કેસમાં એમીસ ક્યુરી ગૌરવ અગ્રવાલે દાખલ કરેલ અરજીના આધઆરે સુપ્રીમ કોર્ટે આ દિશા-નિર્દેશ આપ્યા હતા.

બેન્ચે કહ્યું કે, રાજ્ય સરકારો આ બાળકોની સ્થિતિ અંગે તેમજ તેમને તત્કાળ રાહત મળે તે માટે લીધેલા પગલા અંગે અમને જાણ કરે. બેન્ચે એમ પણ કહ્યું કે, અમે ક્યાંક વાંચ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં 2,900 બાળકોએ કોરોનાના કારણે માતા-પિતા કે બંનેમાંથી એકને ગુમાવ્યા હતા. અમારી પાસે આવા બાળકોની ચોક્કસ સંખ્યા નથી. અમે કલ્પના પણ કરી શકતાં નથી કે, આટલા મોટા દેશમાં કોરોનાના કારણે કટેલા બાળકો અનાથ થયા હશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, કેન્દ્ર સરકારે તો અગાઉથી જ કોરોનાના કારણે માતા-પિતાનું છત્ર ગુમાવનારા બાળકોના રક્ષણ માટે સંબંધિત સત્તાધીશોને એડવાઈઝરી જારી કરી દીધી છે. જુવેનાઈલ જસ્ટીસ એક્ટની વિવિધ જોગવાઈઓને ટાંકીને બેન્ચે જણાવ્યું કે, સત્તાધીશોનું એ કર્તવ્ય છે કે, તેઓ આવા જરૂરિયાતમંદ બાળકોની સારસંભાળ લે. એમીસ ક્યુરી ગૌરવ અગ્રવાલે જણાવ્યું કે, ચાઈલ્ડ ટ્રાફિકિંગના અને તેમાંય ખાસ કરીને ગર્લ ચાઈલ્ડના ટ્રાફિકિંગના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular