Sunday, December 22, 2024
Homeરાજ્યભાણવડના ગ્રામ્ય પંથકમાં રમતા વરલીના જૂગાર પર પોલીસ ત્રાટકી

ભાણવડના ગ્રામ્ય પંથકમાં રમતા વરલીના જૂગાર પર પોલીસ ત્રાટકી

રૂા. 1.83 લાખના મુદ્દામાલ સાથે છ ઝડપાયા, ચાર ફરાર

- Advertisement -

ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રમાતા હાજર વર્લીના જુગાર પર પોલીસે દરોડો પાડી, છ શખ્સોને આઠ મોટરસાયકલ સહિત 1.83 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. દરોડા દરમિયાન ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ થી આશરે વીસ કી.મી. દુર કંશારીયા નેસ વિસ્તારમાં આવેલા એક તળાવ નજીક ચના કાના રબારી (રહે. ફાટલ નેસ) નામના શખ્સ દ્વારા આ સ્થળે બાવળની જાળીમાં જુગારી તત્વોને એકત્ર કરી, જાહેરમાં હાજર વરલીનો જુગાર કે જેમાં ઝીરો થી નવ સુધીના આંકડા લખેલા પોસ્ટ વડે પૈસાની હાર-જીત કરવામાં આવતી હતી, આ સ્થળે ગત સાંજે પોલીસે દરોડો પાડી, જુગાર રમી રહેલા બ્રિજેશ હસમુખભાઈ ભાણવડીયા, ગિરધર કાનજીભાઈ વિસાવાડીયા, ગોગન છગનભાઈ ઓડેદરા, આલા રૂડાભાઈ સોલંકી, કેતન તુલસીભાઈ નિમાવત, અને રામજી છગનભાઈ ગોહેલ નામના છ શખ્સોને દબોચી લીધા હતા.

આ સ્થળેથી પોલીસે 36,150 રોકડા તથા 12 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન ઉપરાંત રૂા. 1,35,000 ની કિંમતના 8 વાહન મળી કુલ 1,83,150 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા દરમિયાન ચના કાના રબારી, કરસન ગોવાભાઈ નંદાણીયા, લખમણ ધનાભાઈ કનારા અને જીતુ નટુભાઈ જાડેજા નામના ચાર શખ્સો નાસી છૂટ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular