ક્રિકેટમાં રવિ શાસ્ત્રીનો જલવો કાયમ રહ્યો છે. 1985માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચેમ્પીયન્સ ટ્રોફીથી ખ્યાતિ પામેલાં રવિશાસ્ત્રીનો ત્યારબાદ ભારતીય ક્રિકેટમાં સતત દબદબો રહ્યો છે. હાલમાં તે ભારતીય ક્રિકેટનો સૌથી મોંઘો કોચ છે. કોચિંગ માટે બીસીસીઆઇ દ્વારા દર વર્ષે તેને 10 કરોડ રૂપિયા આપવામાં આવે છે. શાસ્ત્રીની કુલ સંપત્તિ 58 કરોડથી પણ વધુ હોવાનું માનવામાં આવે છે.