ભારતીય શેરબજાર ગઇકાલે સપ્તાહના અંતિમ દિવસે બપોરે બંધ રહ્યું ત્યારે નિફટી 97.80 વધી 15435.65ના આંકડે બંધ રહ્યો હતો.નિષ્ણાંતોનું ટેકનીકલ એનાલિસિસ એમ જણાવે છે કે, બીજા કવાટરના અંતે, દિવાળી પહેલાં 16,000નો આંકડો જોઇ શકાશે.
શુક્રવારે સતત બીજે દિવસે નિફટી ફિફટીએ નવી ઉંચાઇ સ્પર્શી હતી. આ સમયે નિષ્ણાંતો એમ માની રહ્યાં છેકે, આગામી થોડાક સમયમાં નિફટી 15600 થઇ જશે. જોકે, પાછલાં બે સપ્તાહ દરમ્યાન જોવા મળેલી તેજી પર રોકાણકારોએ નજર રાખવાની જરૂર છે. ખાસ કરીને સપોર્ટ લેવલ 15400 અથવા 15350ના આંકડા પર.
નિષ્ણાંતો એમ જણાવી રહ્યા છે બેકિંગ અને એનર્જી ક્ષેત્રોના ખાસ કરીને રિલાયન્સ માર્કેટના વર્તમાન લેવલને જાળવી રાખશે. આ સાથે સાથે ઘણાં ટેકનિકલ એનાલિસ એમ પણ જણાવી રહ્યા છે, આગામી મીડિયમ ટર્મ ટાર્ગેટ 16400નું પણ હોય શકે.હાલના લેવલમાં આગામી દિવસોમાં ખાસ કરીને નાણાંકીય, ક્ધઝયૂમર ગૂડ્ઝ તથા ઓટો મોબાઇલ ક્ષેત્રને કારણે 6%નો વધારો નોંધાય શકે છે.
ટેકનિકલ એનાલિસ્ટસના જણાવ્યા પ્રમાણે બજારોમાં માંગ વધતાં અને ઓટો તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં જોવા મળનારી તેજીને કારણે નિફટીનો આંકડો 16400 સુધી સપ્ટેમ્બરના અંત સુધીમાં પહોંચી શકે છે. આ સાથે નિષ્ણાંતોએ એમ પણ જણાવ્યું છે કે, આગામી સપ્તાહે રિઝર્વ બેંકની પોલીસી બેઠક પણ છે જે બજારને સારી રીતે અસર કરી શકે છે.