Wednesday, December 25, 2024
Homeરાજ્યમીઠાપુરના ચકચારી હત્યા પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા: અન્ય એકની શોધખોળ

મીઠાપુરના ચકચારી હત્યા પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા: અન્ય એકની શોધખોળ

- Advertisement -

મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારના બુધવારે ઢળતી સાંજે દિવાલ પાસે બેસવા બાબતના સામાન્ય મનદુઃખ અંગેનો ખાર રાખી આ જ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા લાલાભા આલાભા માણેક નામના આશરે 36 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવવાના બનાવમાં મીઠાપુર પોલીસે મૃતકના મોટાભાઈ દેવુભા આલાભા માણેકની ફરિયાદ ઉપરથી દ્વારકા પંથકના જ સુરજકરાડીના રહીશ પપ્પુભા ઉર્ફે રાહુલ ઉર્ફે સુનિલ ઉર્ફે ભીમાભા અમરસંગ જગતીયા, હમુસર ગામના રહીશ ભુપતભા આધાભા માણેક અને ગોરીંજા ગામના રહીશ વિજય કારૂભા સુમણીયા નામના ત્રણ શખ્સો સામે મનુષ્યવધની કલમ 302 વિગેરે મુજબ ગુનો નોંધી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલ.સી.બી. પોલીસ તથા સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

આ ચકચારી પ્રકરણ સંદર્ભે અહીં ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ સ્થાનિક દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી તથા પી.એસ.આઇ. મકવાણાની ટીમ દ્વારા ઉપરોક્ત આરોપીની આખી રાત સધન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.    આ પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓ પપ્પુભા ઉર્ફે રાહુલ ઉર્ફે સુનિલ ઉર્ફે ભીમાભા અમરસંગ જગતીયા અને વિજય કારૂભા સુમણીયાને ગઈકાલે ગુરૂવારે સવારે ગોરીંજા ગામના ઝાડીઓમાંથી છુપાયેલા પોલીસે દબોચી લીધા હતા. જ્યારે અન્ય એક આરોપી ભુપતભા માણેકની પણ સધન શોધખોળ હાથ ધરી છે.

હત્યા પ્રકરણમાં ઝડપાયેલા બન્ને શખ્સોના કોરોના ટેસ્ટ સહિતની જરૂરી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આજરોજ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યે આરોપીઓની વિધિવત રીતે ધરપકડ બાદ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular