Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સ2000 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ આપશે BCCI

2000 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ આપશે BCCI

- Advertisement -

હાલમાં ભારતમાં કોરોના વાયરસમાં કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ હજુ પણ દેશ સંક્રમણની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં ઘણા ક્રિકેટર્સ પોતાની તરફથી સંભવ મદદ કરી રહ્યાં છે. આમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, સચિન તેંડુલકર, હનુમા વિહારી જેવા નામ સામેલ છે. હવે મદદ માટે ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડ પણ આગળ આવ્યું છે. બોર્ડે કોરોના મહામારીનો સામનો કરી રહેલાં લોકોની મદદ માટે બે હજાર ઓક્સિજન ક્ધસન્ટ્રેટર્સ દાન આપવાી જાહેરાત કરી છે.

બીસીસીઆઇએ ટ્વિટ કરતાં લખ્યું કે, કોવિડ-19 વિરુદ્ધ જંગમાં બીસીસીઆઇ 10 લિટરના 2 હજાર ઓક્સિજન ક્ધસન્ટ્રેટર્સ આપશે. આ અંગે બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, બીસીસીઆઇ જાણે છે કે મેડિકલ અને હેલ્થકેર સેક્ટરે કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં મોટી ભૂમિકા ભજવી છે. તે ખરેખર આપણા ફ્રન્ટલાઇન વોરિયર્સ છે અને આપણને બચાવવામાં ઘણી મહેનત કરી છે. બોર્ડ હંમેશા હેલ્થ અને સુરક્ષાને સર્વોપરી રાખે છે. ઓક્સિજન ક્ધસન્ટ્રેટર્સની મદદથી આ બિમારીનો સામનો કરી રહેલાં લોકોને ઘણી મદદ થશે અને તે ઝડપથી સ્વસ્થ થશે. બીસીસીઆઇના સચિવ જય શાહે કહ્યું કે, અમે કોરોના મહામારી વિરુદ્ધ આ સામૂહિક લડાઇમાં ખભાથી ખભા મિલાવીને ઊભા છે. બીસીસીઆઇ સંકટની આ પળે મેડિકલ ઉપકરણોની સખત જરૂરિયાતને સમજે છે અને આશા કરે છે કે આ પ્રયાસથી દેશમાં પેદા થયેલી ઓક્સિજનની માંગ અને સપ્લાયના અંતરને ઘટાડવામાં મદદ મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular