જામનગર શહેરના નવાગામ ઘેડ નજીક આવેલી માતૃઆશિષ સોસાયટીમાં રહેતા પ્રૌઢને દારૂ પીવાની કુટેવને કારણે તેના ઘરે પડી જતા ઇજા પહોંચતા સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં નવાગામ ઘેડ પાસેની માતૃઆશિષ સોસાયટી શેરી નં.3માં રહેતા દિગુભા ઉર્ફે હરેન્દ્રસિંહ સોઢા (ઉ.વ.50) નામના પ્રૌઢને દારૂ પીવાની કુટેવ હતી અને આના કારણે મંગળવારે સાંજના સમયે તેના ઘરે પડી જતા શરીરે અને માથામાં ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર અભિજીતસિંહ દ્વારા જાણ કરાતા હે.કો. એમ.પી.ગોરાણિયા સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં ઘરે પડી જતાં પ્રૌઢનું મોત
સારવાર દરમ્યાન મૃત્યુ: પોલીસ દ્વારા કાર્યવાહી