Sunday, January 5, 2025
Homeરાષ્ટ્રીયખેડૂતોને DAP ખાતર હવે 2400ના બદલે 1200માં મળશે

ખેડૂતોને DAP ખાતર હવે 2400ના બદલે 1200માં મળશે

- Advertisement -

 કેન્દ્ર સરકારે ખેડુતો માટે ખાતરની સબસિડી વધારવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે ખેડૂતોને મોટો ફાયદો થશે.  સરકારે ડીએપી ખાતર પર સબસિડીમાં 140% વધારો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ખાતરના ભાવોના મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પ્રેઝન્ટેશન દ્વારા તેમને ખાતરના ભાવો વિષય પર વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેના વધતા ભાવને કારણે ખાતરોના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

- Advertisement -

વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો હોવા છતાં, ખેડૂતોને જુના દરે ખાતર મળવું જોઈએ. જેને લઇને હવેથી ખાતર ઓઅર સબસીડીમાં 140%નો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને હવે 2400 રૂપિયાને બદલે 1200 રૂપિયામાં DAP ખાતરની એક બેગ મળશે. આ સબસીડી પાછળ  સરકારે રૂ.14,775 કરોડ ખર્ચ કર્યો છે.

ગત વર્ષે DAP ખાતરના એક બેગની કિંમત રૂ.1700 હતી. જેના પર રૂ.500 સબસીડી આપવામાં આવતી હતી. પરિણામે 1બેગનો ભાવ રૂ.1200 હતો. પરંતુ તાજેતરમાં જ ખાતરમાં ઉપયોગમાં લેવામાં આવતા ફોસ્ફરિક એસીડ, એમોનીયા વગેરેની આંતરરાષ્ટ્રીય કિંમતમાં 60 થી70 ટકાનો વધારો થતાં  DAPની એક થેલી હાલ રૂ.2400માં મળી રહી છે. જેના પર કંપનીઓ દ્રારા 500 રૂપિયા સબસીડી આપવામાં આવી રહી છે. પરિણામે 1900 રૂપિયામાં  વેચવામાં આવી છે.પરંતુ આજના નિર્ણય બાદ ખેડૂતોને હવે 1200 રૂપિયામાં DAPની એક થેલી મળશે.

- Advertisement -

વડા પ્રધાને કહ્યું કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને ભાવ વધારાનો સામનો ખેડૂતોને ન કરવો પડે તેના તમામ પ્રયાસો કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દર વર્ષે રાસાયણિક ખાતરો પરની સબસિડી પર લગભગ 80,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. ડીએપીમાં સબસિડી વધારવાની સાથે, ભારત સરકાર ખરીફ સીઝનમાં વધારાના 14,775 કરોડ રૂપિયા ખર્ચ કરશે.અખાત્રીજના દિવસે વડા પ્રધાન-કિસાન હેઠળ 20,667 કરોડ રૂપિયાની રકમ સીધા જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા પછી ખેડૂતોના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular